Thursday, January 9News That Matters

ઉમરગામમાં આવેલ ચંદન સ્ટીલના પ્રસ્તાવિત મેટલર્જિકલ ઈન્ડસ્ટ્રીઝ પરિયોજનાની 2 ઓગસ્ટના લોકસુનાવણી, કંપનીનો EIA રિપોર્ટ સત્યથી વેગળો હોવાનું પર્યાવરણ પ્રેમીઓનું તારણ?

ઉમરગામ GIDC-દહેરી સ્થિત ચંદન સ્ટીલ લિમિટેડ કંપનીએ પોતાના પ્લાન્ટનું વિસ્તરણ કરવાની યોજના અમલમાં મૂકી છે. આ અંગે કેટલાક પર્યાવરણ પ્રેમીઓએ પોતાની ટીકા-ટિપ્પણીઓ તૈયાર કરી પર્યાવરણીય સુનાવણીની તારીખ પહેલા લેખિતમાં સભ્ય સચિવશ્રી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મોકલવાની તજવીજ હાથ ધરી છે…

તો, આ ટીકા ટીપ્પણીમાં જંગલખાતું પણ દેહરી વિસ્તારની પોતાની જમીન જતી નથી ને તે જોવાની તજવીજમાં મંડી પડ્યું હોવાનું જાણવા મળ્યું છે. 

વલસાડ જિલ્લામાં આવેલા પેપર, ફાર્મા, પ્લાસ્ટિક અને એન્જીનીયરીંગ સેકટરમાં હાલ મંદીનો માહોલ છે. ત્યારે, ઉમરગામના દહેરી સ્થિત ચંદન સ્ટીલ લિમિટેડ કંપની પોતાના પ્લાન્ટનું વિસ્તરણ કરવાની યોજના અમલમાં મૂકી સ્થાનિક લોકોને રોજગારી આપવાની પહેલ કરી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે પ્લાન્ટનું વિસ્તરણ કરવા માંગતી ચંદન સ્ટીલ લિમિટેડના આ સાહસ અંગે આગામી 2જી ઓગસ્ટ 2024ના GPCB, કલેકટરની અધ્યક્ષતામાં લોકસુનાવણી યોજાવાની છે.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર્યાવરણ ભવન, સેક્ટર 10 એ, ગાંધીનગર દ્વારા તાજેતરમાં એક અખબારી જાહેર સૂચના પ્રસારિત કરાઈ હતી. જેમાં જણાવ્યું છે કે, ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, નવી દિલ્હીના જાહેરનામા ક્રમાંક : એસ.ઓ. 1533 (ઈ) તા.14/09/2006 અન્વયે મેસર્સ ચંદન સ્ટીલ (યુનિટ-6) દ્વારા સર્વે નં.102/3, P1, P2, P3, P4, 2208, ગામ દેહરી, તા. ઉમરગામ, જી.વલસાડ ખાતે પ્રસ્તાવિત ‘મેટલર્જિકલ ઈન્ડસ્ટ્રીઝ’- (1) એસએસ રાઉન્ડ બાર્સ, એંગલ્સ અને ચેનલ્સ માટે રોલીંગ મીલ- 36,000 MTPA થી 60,000 MTPA, (2) એસએસ રાઉન્ડ બાર્સ, એંગલ્સ અને ચેનલ્સ માટે ક્લિન્ડ રોલ્ડ – 36,000 MTPA થી 60,000 MTPA, (3) સ્ટેનલેસ સ્ટીલ બિલેટ્સ (ઈગોટ્સ) – 2,40000 MTPA અને (4) પિગ એલોક કેક – 6000 MTPA ના વિસ્તરણ માટેની પરીયોજના પ્રોજેક્ટ કેટેગરી ‘એ’ અંતર્ગત તેઓની અરજી અન્વયે પર્યાવરણીય લોકસુનાવણી આયોજીત કરવામાં આવી છે. આ લોકસુનાવણીની પ્રક્રીયાના ભાગરૂપે લાગતા વળગતા સ્થાનિક અસરગ્રસ્ત લોકોનું ધ્યાન દોરીને સદર લોકસુનાવણી દરમિયાન હાજર રહેવા અથવા તેઓની ટીકા-ટિપ્પણી લેખિતમાં પર્યાવરણીય સુનાવણીની તારીખ પહેલા સભ્ય સચિવશ્રી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મોકલવા વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે પ્રોજેક્ટના EIA (એન્વાયરમેન્ટ ઈમ્પેક્ટ એસ્સેસમેન્ટ) અહેવાલના મુસદ્દાની પ્રત તથા એન્વાયરમેન્ટ ઈમ્પેક્ટ એસ્સેસમેન્ટ અહેવાલની પ્રત મુજબ કંપનીએ તૈયાર કરેલ રિપોર્ટમાં અનેક ક્ષતિઓ હોવાનું અને પર્યાવરણીયક્ષેત્રે સમગ્ર રિપોર્ટ સત્યથી વેગળો હોવાનું પર્યાવરણ પ્રેમીઓ માની રહ્યા છે. ત્યારે, 2જી ઓગસ્ટ 2024ના આયોજિત સુનાવણી દરમ્યાન આ વાંધા વચકા માહોલને કેટલો આક્ષેપબાજી વાળો બનાવશે તે જોવું રહ્યું.

લોકસુનાવણીની તા. 02/08/2024 ના રોજ 11:00 કલાકે, સ્થળ મેસર્સ ચંદન સ્ટીલ (યુનિટ-7), પ્લોટ નં.142 જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એરીયા, ઉમરગામ, ખાતે આયોજીત કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *