Wednesday, January 1News That Matters

સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં ભવ્ય “Festindia-2024” કાર્યક્રમ યોજાયો

સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળા, લક્ષ્મી ગ્લોબલ શાળા અને લક્ષ્મી ઈન્ટરનેશનલ પ્રિ-પ્રાઈમરી શાળા દ્વારા તારીખ 28, ડિસેમ્બર-2024 ના સાંજે 5 કલાકે ભારત દેશની સાંસ્કૃતિક ભાવના જગાડવા  “Festindia-2024″ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ “Festindia-2024” કાર્યક્રમમાં ફોટોગ્રાફી ક્લબ, વિજ્ઞાન ક્લબ, સમાજવિદ્યા ક્લબ, ગણિત કલબ, ડ્રોઈંગ ક્લબ, ડાન્સ ક્લબ, બિઝનેસ ક્લબના વિદ્યાર્થીઓની કૌશલયુક્ત શક્તિને બહાર લાવી એમની મહેનત દ્વારા બનાવેલ વિવિધ વસ્તુઓ અને પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હતું.

તેમજ ધોરણ -1 થી 5 ના વિદ્યાર્થીઓ દ્વારા  ભારતના અલગ-અલગ રાજ્યોના લોકનૃત્ય અને ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ બોલીઓ, વેશભૂષા, ધાર્મિક અને પ્રવાસન સ્થળોનું પ્રોજેક્ટ દ્વારા  ઝાંકી કરાવ્યું હતું.તેમજ વિવિધ ગેમ્સ,ખાવાનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો.

આ “Festindia-2024” માં આશરે 4000 વાલીઓ આવ્યા અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ પ્રોજેક્ટ,વિવિધ વસ્તુ અને ખાવાનો આનંદ માણ્યો તેમજ ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિકતાના પ્રદર્શનને પણ નિહાળ્યા હતાં.

આ Festindia-2024 કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અને પ્રાત: વંદનાથી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમના આયોજનકર્તાને પ્રોત્સાહન પૂરું પાડનાર શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા અને કુ.કિંજલબેન ગજેરા તેમજ શાળાના આચાર્ય પ્રવીણભાઈ પવારનો મન:પૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *