વલસાડ જિલ્લાના ઉમરગામ GIDC માં આવેલ પ્લે ગ્રાઉન્ડ ખાતે UIA દ્વારા ભવ્ય Industrial EXPO 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય EXPO નું 14 મી ડિસેમ્બરે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે. જે 16મી ડિસેમ્બર સુધી ચાલશે. હાલ આ EXPO માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
Umargam Industries Association (UIA) આયોજિત આ ત્રિદિવસીય Umargam Industrial EXPO 2024ને ઉમરગામમાં સ્થિત Doms Industries Limite, Citizen Umbrella Manufactures Ltd., Hindustan Pencils Pvt. Ltd, Everest Food Products Pvt. Ltd. Linc Limited, Fabtech Technologies Cleanrooms Ltd. જેવી મોટા ગજાની કંપનીઓએ સ્પોન્સર્સ કર્યો છે.
જ્યારે, Gujarat Industrial Development Corporation (GIDC), Laghu Udhyog Bharati Valsad District, Ministry of MSME Gov. of India, Make In India, આત્મ નિર્ભર ભારત જેવી સંસ્થાનો સહયોગ પ્રાપ્ત થયો છે.
ગુજરાતના ગૌરવ તરીકે ઉમરગામ GIDC ને નામના અપાવવા ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA) દ્વારા Umargam Industrial EXPO-2024 નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સ્પોનો ઉદેશ્ય ઉદ્યોગ, ટેક્નોલોજી અને ઉદ્યોગોની નવીનતમ પ્રોડક્ટને એક જ પ્લેટફોર્મ પર રજૂ કરી તે અંગે વેપારીઓ, ઉદ્યોગકારો, દેશની જનતાને જાણકારી આપવાનો છે. અને ઉમરગામની વિશેષતાને આગવી ઓળખ પ્રદાન કરવાનો છે.
UIA ટીમ દ્વારા ઉમરગામ GIDC માં આવેલ પ્લેગ્રાઉન્ડ, GIDC કોલોની ખાતે એક્સપોના ડૉમ ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં 170 જેટલા સ્ટોલ છે. દરેક સ્ટોલમાં ઉમરગામ GIDCમાં બનતી સ્ટેશનરી, મસાલા, એન્જિનિયરિંગ, પ્લાસ્ટિક, છત્રી અને વિવિધ પ્રકારની મશીનરી પ્રોડક્ટ પ્રદર્શિત થવાની છે. એ ઉપરાંત વલસાડ જિલ્લો, દમણ, સેલવાસ અને સમગ્ર ભારતમાંથી જાણીતા ઉદ્યોગો તેમની પ્રોડક્ટને પ્રદર્શનમાં મુકશે. જેને નિહાળવા માટે સમગ્ર ભારતમાંથી અંદાજીત 1 લાખ લોકો ઉપસ્થિત રહેવાના છે. ઈન્ડસ્ટ્રીલ ટેકનોલોજી એન્ડ ઈન્નોવેશન એક્ષ્પોમાં સુરતથી મુંબઈ સુધીનાં મહત્તમ લોકો મુલાકાતે આવે તે માટે પશ્ચિમ રેલવેએ ઉમરગામ રોડ રેલવે સ્ટેશને ત્રણ દિવસ, ત્રણ ટ્રેનોનું સ્ટોપેજ આપ્યું છે. જેમાં બંને તરફની ટ્રેનોમાં ઇન્ટરસિટી એક્સપ્રેસ, કર્ણાવતી એક્સપ્રેસ અને ફ્લાઈંગ રાની એક્સપ્રેસ ઉભી રહેશે.
એક ભાગમાં 600 લોકોની બેઠક વ્યવસ્થા સાથેનો AC ડૉમ છે જ્યાં એક્સપોના માનવંતા મહેમાનોનું સ્વાગત, પ્રવચન અને વિશેષ માર્ગદર્શનના સેમીનાર યોજાશે. સાંજના સમયે મનોરંજનના કાર્યક્રમમાં યોજાશે. એક્સપો માટે પાંચ એકરની વિશાળ જગ્યામાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાને રાખી મેડિકલ ટીમ, ફાયર ટીમ, એમ્બ્યુલન્સ સહિતની ટીમ તૈનાત રહેશે. એક્સપોમાં પ્રખ્યાત નમન આનંદ મનોવૈજ્ઞાનિક જાદુ અને મનોરંજન પ્રદર્શિત કરશે. જાણીતા પ્રેરક વક્તા હર્ષવર્ધન જૈન પ્રેરણાત્મક મોટિવેશનલ સ્પીચ આપશે.