Friday, October 18News That Matters

વલસાડમાં બુલેટ ટ્રેન પ્રોજેકટના પીલરમાં વપરાતા લોખંડની ચોરી કરનાર બે તસ્કરોની ધરપકડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટમાંના મહત્વના એવા બુલેટ ટ્રેન પ્રોજેકટ ની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે વલસાડના ઘડોઇ ગામે બુલેટ ટ્રેનના નવા બંઘાતા પીલ્લર પાસે લોખંડ પાઈપની આશરે રૂપિયા 70 હજારની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસે ચોરી કરનાર તથા ભંગાર લેનારની ધરપકડ કરી છે.
 
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપીમાં રહેતા મૂળ હરિયાણાના દિપક રાધેશ્યામ શર્મા મુંબઈની સિકયુરિટી એજન્સીમાં ઓપરેશન મેનેજર તરીકે નોકરી કરે છે. L&Tના બુલેટ પ્રોજેક્ટમાં સિક્યુરિટી કંપની દ્વારા બુલેટ ટ્રેનની બાંધકામ સાઈડ ઉપર સિક્યુરિટી પુરી પાડવાની જવાબદારી કંપનીને સોંપી છે. વલસાડના ઘડોઇ ગામે બુલેટ ટ્રેન પિલલર નં.199 અને 201 વચ્ચે બુલેટ ટ્રેનના નવા પીલ્લર બનાવાની કામગીરી ચાલુ છે ગત 1લી મે 2022થી અત્યાર સુધીમાં બુલેટ ટ્રેનની કામગીરી પુરપાટ ઝડપે ચાલી રહી છે. જે દરમ્યાન લોખંડનો સામાન કુલ 21 વસ્તુઓ 250 કિલો વજન જેની કિંમત 70 હજાર રૂપિયા હોય તે ચોરી થઇ ગઇ હતી જે અંગેની ફરિયાદ મેનેજરે વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી જે ચોરી કરનાર વલસાડના ગુંદલાવના આકાશ રમાશંકર પરમારની પોલીસે શંકાના આધારે ધરપકડ કરી હતી અને એમની વધુ પુછપરછ કરતા આ જગ્યા પરથી ચોરી કરી સામાન વલસાડના ગુંદલાવ બ્રિજ નીચે ભંગાર ની દુકાન ચલાવતા ગૌતમ ખુશાલ ભાનુશાલીને વેચ્યો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે જઈને ભંગાર ગોડાઉનના માલિક તથા ચોરી કરનારની બંનેની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *