Friday, October 18News That Matters

દમણમાં 2016માં વિકલાંગ મહિલા સાથે બળાત્કાર કરનાર 2 આરોપીઓને 20 વર્ષની સજા 

દમણમાં વર્ષ 2016 માં કચીગામની ચાલમાં રાતે 1 વાગ્યાના સુમારે રૂમમાં એક સાથે 5 થી 6 લોકો ઘાતક હથિયારો સાથે ધસી જઇ લૂંટ અને ચોરીની સાથે વિકલાંગ મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટનાથી ચકચાર મચી હતી. આ પ્રકરણમાં હવે આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારાઇ છે.
કચીગામની ચૌલમાં રહેતી વિકલાંગ મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ગત 19/10/2016 ના રોજ રાત્રે તેઓ પતિ નાઇટ ડયુટી માટે કંપનીમાં ગયો હતો ત્યારે તે રૂમમાં દરવાજો બંધ કરીને એકલી સુતી હતી. તે દરમ્યાન રાતે 1 વાગ્યાના સુમારે તેના રૂમમાં 5 થી 6 લોકો ઘાતક હથિયારો સાથે ઘુસી ગયા હતાં અને તે તમામ ઇસમોએ એક પછી એક ફરિયાદી પર હથિયારના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. અને દાગીના લૂંટીને ભાગી ગયા હતા.
આ સંદર્ભે કોસ્ટલ પોલીસ સ્ટેશન, મોટી દમણમાં આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં ગુનેગારોની ઓળખ દિનેશ શોભન ગડગ, રમેશ ગણા પવાર, નરેશ જામુ ગડગ, તમામ રહેવાસી પીપરોલી કપરાડા, વલસાડ અને પ્રવીણ ડોડિયા, દપાડા સેલવાસના રહેવાસી તરીકે થઈ હતી. જેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા અને ચારેયની ધરપકડ કર્યા બાદ આ ગુનામાં અન્ય એક સગીર છોકરો સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું. તે સગીર છોકરો દુષ્કર્મ બાદ ફરાર થઇ ગયો હતો. જે ગુજરાતના પોરબંદરના માંગરોળમાંથી પોલીસના હાથે ઝડપાયો હતો.
પોલીસે પુરાવાઓ એકત્ર કરીને નામદાર કોર્ટ સમક્ષ ગુનેગારો સામે આશરે 400 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. અને પાછળથી અપરાધી સગીર કિશોર સામે વધારાની ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી અદાલતે ગુનેગાર રમેશ પવાર અને નરેશ જામુ ગડગને સેશન્સ કોર્ટ દમણ દ્વારા 05/07/2022 ના રોજ 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *