Tuesday, February 25News That Matters

વાપીમાં ઘર ઘર ગંગા, ગીતા, તુલસી અભિયાન અંતર્ગત 1000 પરિવારને તુલસી, ગંગાજળ અને ભગવત ગીતાનુ વિતરણ કરાયુ

વિશ્વ પ્રવાસી સામજિક અને સાંસ્કૃતિક સંઘ (આંતરરાષ્ટ્રીય સંસ્થા) દ્વારા વાપી ખાતે શનિવાર 16 સપ્ટેમ્બરના રોજ ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. આ રેલીમાં વિશ્વ પ્રવાસી ધર્મ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પૂજ્ય શાસ્ત્રી સ્વામી કપિલજીવન દાસજી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત દેશભરમાથી મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

ગંગા, ગીતા તથા તુલસીના દિવ્ય ત્રણ રથો સાથે જીવંત ઝાંખી સૌના આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા. શનિવારે સવારે 8 કલાકે વાપી GIDC રામલીલા મેદાન, અંબામાતા મંદિર સામેથી આ શોભાયાત્રા નીકળી હતી જેમાં ગંગારથ, ગીતાજીરથ અને તુલસીરથનો ટેબ્લોની ઝાંખી રજુ કરવામાં આવી હતી. આ શોભાયાત્રા મુખ્ય માર્ગ ઉપર ફરી અને શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ વાડી ખાતે પહોચી હતી. આ શોભાયાત્રામા ત્રણ હજારથી વધુ ભાઈઓ, બહેનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાયા હતાં.

અભિયાન અંતર્ગત હોલમા સભા થઈ હતી જેમાં ભારતમાતા,ગૌ માતા, ગંગાકળશ, ગીતાજી તથા તુલસીમાતાનું પૂજન, મહાનુભાવોના સન્માન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ થયા હતા જે કાર્યક્રમેં ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તે પછી 1000 વ્યક્તિઓને ગંગાજળ, ગીતાજી તથા તુલસીછોડની કીટ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે 25 કરોડ પરિવાર સુધી ઘર ઘર ગંગા, ઘર ઘર ગીતા, ઘર ઘર તુલસીનો સંદેશ પહોંચાડવા સંકલ્પ લેવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પૂજ્ય અખંડાનંદ સ્વામી (અધ્યક્ષ, વલસાડ જીલ્લા સંત સમિતિ), પૂજય રામ સ્વામી, ડો. એસ.પી. તિવારીજી(સંસ્થાપક,વિશ્વ કુટુંબકમ પ્રવાસી સંઘ), ડો. એન.બી. મોરે (આંતરરાષ્ટ્રીય સંયોજક,વિશ્વ પ્રવાસી સંઘ ), શ્રી દિલીપ પટેલ(સંરક્ષક વિશ્વ પ્રવાસી સંઘ), શ્રી ડી.પી. મિશ્રા(શ્રી રામ જન્મભૂમિ શોધક), ડો.ચૈતાલી સિંગ (સચિવ, વિશ્વ પ્રવાસી સંઘ), નીરજ તિવારી, વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો અને સભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *