વાપી નજીક કોચરવા ગામના વડિયાવાડ ફળિયું મિત્ર મંડળના ટ્રસ્ટી ધીરુભાઈ પટેલ અને મંડળના સભ્યોએ જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાતાં પાંજરાપોળ ગૌશાળામાં 40 કેરેટ કેળા, 30 કિલો ગોળ, 2 કાર્ટૂન બિસ્કિટ અબોલ પશુઓને ખવડાવી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી.
હિન્દૂ તહેવારોમાં દાનનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. દશેરા, નવું વર્ષ, ઉત્તરાયણ પર્વ અને જન્માષ્ટમી પર્વમાં હજારો લોકો અબોલ પશુઓને નિરણ સહિત અન્ય ખાદ્ય સામગ્રી ખવડાવી પુણ્યનું ભાથું બાંધે છે. ત્યારે વર્ષમાં 2 વખત અબોલ જીવ પ્રત્યે કરુણા દાખવવાનો નિર્ધાર સેવી કોચરવા ગામના ધીરુભાઈ અને તેનું મિત્રવૃંદ વર્ષોથી પાંજરાપોળ માં અબોલ પશુઓ પ્રત્યે પોતાની કરુણા બતાવી રહ્યા છે.
સોમવારે જન્માષ્ટમી પર્વ હોય આ પર્વના શુભ દિને વાપી નજીક કોચરવા ગામના કોચરવા વડિયાવાડ ફળિયું મિત્ર મંડળના ટ્રસ્ટી ધીરુભાઈ પટેલે પોતાના મંડળના સભ્યો સાથે રાતા પાંજરાપોળ ખાતે 40 કેરેટ કેળા, 30 કિલો ગોળ ગૌમાતાને ખવડાવ્યો હતો. પાંજરાપોળ માં અન્ય પશુઓ અને પક્ષીઓ પણ હોય તેમને માટે પારલે-G બિસ્કિટના 2 કાર્ટૂન લાવી કૂતરા, વાંદરાઓ અને પક્ષીઓને તે ખવડાવ્યા હતાં.
આ પ્રસંગે ધીરુભાઈ અને તેમની ટીમે જણાવ્યું હતું કે તેઓ વર્ષમાં 2 વખત આ રીતે પાંજરાપોળમાં જઇ અબોલ જીવોને ખવડાવે છે. તહેવારોના દિવસોમાં અન્ય ખર્ચ કરવા કરતાં અબોલ જીવો પ્રત્યે કરુણા દાખવી એવો તેમનો અને તેમના મંડળનો સંકલ્પ છે. જે ઘણા વર્ષોથી નિભાવતા આવ્યાં છે.