નવી મુંબઈ ખરઘર ખાતે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારોહ કાર્યક્રમમાં લાખોની જનમેદની ઉમટી પડવાની શક્યતાના આધારે પાલઘર જિલ્લા કલેક્ટર કિરણ મહાજને સૂચિ જાહેર કરી 15,16 એપ્રિલ એમ બે દિવસ ભારી વાહનોની અવરજવર ઉપર મહારાષ્ટ્રમાં પ્રતિબંધ લાવવામાં આવ્યો હતો. નેશનલ હાઇવે નંબર 48 પર આ પ્રતિબંધ લાગતા મુંબઈ-અમદાવાદ વચ્ચે 24 કલાક વિતાવનારા ડ્રાઇવરો- વાહનચાલકોની હાલત કફોડી બની છે. ભારે ટ્રાફિક જામ ને કારણે ટ્રાફિક નિયંત્રણ કરતા ભીલાડ અને તલાસરી પોલીસની ઊંઘ હરામ થઈ છે.
તા. 15 એપ્રિલથી મહારાષ્ટ્રના તલાસરી પોલીસની ટીમ દ્વારા બપોરે 12:00 વાગ્યાના અરસામાં NH-8 પર આવેલ અછાડ પોલીસ ચેક નાકાથી હાઇવેને બંધ કરી ટ્રકોને હોટલ અથવા ગમે ત્યાં પોતાની ટ્રક પાર્ક કરી 36 કલાક ત્યાં જ રહેવા અનુરોધ કરાયો હતો.જે ગુજરાત પ્રશાસનને મહારાષ્ટ્રના પ્રતિબંધ અનુસંધાને સમયસર અલ્ટીમેટ ન મળતા ટ્રાફિક નિવારણ યોજના સમયસર ન ગોઠવાતા ટ્રાફિકની મોટી સમસ્યા ઉભી છે.
નંદીગામથી છેક પારડી સુધી હાઇવે સુમસામ અને ઉભેલા વાહનોની કતારવાળો જોવા મળ્યો હતો. વાપી GIDC ના અનેક મુખ્ય માર્ગો પર ટ્રક ચાલકોએ જ્યાં જગ્યા મળી ત્યાં ટ્રક પાર્ક કરી સમય પસાર કરવાનું મુનાસીબ માન્યું છે.
36 કલાકની ટ્રાફિક સમસ્યામાં હાઇવે ઉપર તમામ ધંધા ઠપ રહ્યા હતા. હોટેલ, પેટ્રોલ પંપ,પંચર સહિત મિકેનિક સર્વિસને નુકસાની વેઠવાનો વારો રહ્યો હતો. ત્યારે ઉમરગામ, સરીગામ, વાપી અને સુરત સુધીના ઔદ્યોગિક એકમો અને ટ્રાન્સપોર્ટરોના માલસામાન ની હેરફેર અટકી જતા નુકસાની વેઠવી પડશેની આશા વ્યક્ત કરાઈ છે.
હાઇવે પર ભારે વાહનોના આવાગમન પર પ્રતિબંધ ફરમાવતા ટ્રક ડ્રાઇવરો ઉનાળાની અસહય ગરમી અનુભવી ભૂખ્યા અને તરસ્યા રહી હાલાકીનો સામનો કરી રહ્યા છે. જોકે ગુજરાત પોલીસને પણ હાઇવે બંધનું અલ્ટીમેટ ન મળતા તેઓ પણ અંધારામાં રહ્યા હતા.
જ્યારે મહારાષ્ટ્ર પોલીસે પોતાના હાઇવેના દરવાજા ભારી વાહનો માટે બંધ કરતા 24 કલાકમાં પોલીસને પણ ટ્રાફિકનો રેલો માથે આવતા હેરાન પરેશાન બન્યા હતા.અને પ્રતિબંધના 24 કલાક જલ્દી પૂરા થાય તો ટ્રાફિક હળવો થશે એવી આશા વ્યક્ત કરી હતી.