મંગળવારે સાંજે વાપી નજીક મોહનગામ-કરમબેલા ફાટક પાસે હાઇવે નંબર 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક ચાલકે ગફલતભરી રીતે ટ્રક ચલાવી કેરીના તંબુ માં ઉભેલા એક યુવકને અડફેટે લઈ ભાગવા ના પ્રયાસ માં હાઇવે કિનારે પાર્ક કરેલ એક રીક્ષા એક કારને ટક્કર મારી બીજા 5 જેટલા મજૂરો પર ટ્રક ચડાવી દેતા 2 મજૂરના મોત નિપજ્યા હતાં.
વાપી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર મોહનગામ કરમબેલા ફાટક નજીક મંગળવારે સાંજે એક ટ્રક 6 જેટલા મજૂરો પર કાળ બનીને ત્રાટકતા હાઇવે કિનારે ઉભેલા 2 મજૂરોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે 4 ઘાયલ થયા હતાં. આ અકસ્માતમાં ટ્રક ચાલકે એક રીક્ષા અને કારને પણ અડફેટે લીધી હતી. ટ્રક ચાલકે ગફલતભરી રીતે ટ્રક ચલાવી પહેલા કેરીના તંબુ માં ઉભેલા એક યુવકને અડફેટે લઈ ભાગવા ના પ્રયાસ માં હાઇવે કિનારે પાર્ક કરેલ એક રીક્ષા એક કારને ટક્કર મારી બીજા 5 જેટલા મજૂરો પર ટ્રક ચડાવી દેતા 2 મજૂરના મોત નિપજ્યા હતાં.
ઘટના અંગે મળતી વિગત મુજબ વાપી નજીક મોહનગામ ફાટક પાસે હાઇવે નંબર 48 પર મુંબઈ થી અમદાવાદ તરફની લેનમાં GJ15-AT-2912નો રીક્ષા ચાલક હર્ષ પટેલ તેની રીક્ષા પાર્ક કરી નજીકમાં આવેલ માર્બલ-ટાઇલ્સના ગોડાઉનમાં ઉભો હતો. જ્યારે રિક્ષાની નજીક 5 જેટલા મજૂરો રિક્ષાની રાહમાં તેમજ રસ્તો ઓળંગવા ઉભા હતાં. ત્યારે અચાનક જ હાઇવે પર ગફલતભરી રીતે આવતા GJ05-BZ-3600ના ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારી નજીકમાં પાર્ક થયેલ MH02-DZ-0120 નંબરની કારને અડફેટે લઈ હાઇવે ઉપર ઉભેલા મજૂરો પર ચડાવી દીધી હતી. જેમાં એક સ્ત્રી, એક પુરુષ મળી કુલ 2 મજૂરના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે 4 લોકો ઘાયલ થયા હતાં.
અરેરાટી જનક ગમખ્વાર અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા જેઓએ ટ્રક ચાલકને પકડી, 108 અને ભિલાડ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘાયલોને વાપીની તેમજ વલસાડની હોસ્પિટલ માં સારવાર માટે ખસેડયા હતાં. જ્યારે મૃતકો ને PM માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. મળતી વિગતો મુજબ અકસ્માત માં 2 ના મોત બાદ 4 ઘાયલોને પોલીસે 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતાં. અકસ્માતમાં રિક્ષાનો કેટલોક ભાગ ટ્રક ના આગળના ભાગ માં ભેરવાઈ જતા તે ટ્રક સાથે 100 ફૂટ દૂર સુધી ઢસડાયો હતો. જેને પોલીસે સ્થાનિક લોકોની મદદથી છુટ્ટો પાડ્યો હતો. પોલીસે ડ્રાઇવરની અટક કરી હાઇવે પર સર્જાયેલ ટ્રાફિલ જામને પૂર્વવત કર્યો હતો.
જો કે કાળ બનીને આવેલો ટ્રક ચાલક આ અકસ્માત પહેલા નજીકમાં વલવાડા બ્રિજ પાસે કેરી ના તંબુ લગાવી વેપાર કરતા એક યુવકને અડફેટે લઈ ઘાયલ કરી ભાગવાની કોશિશમાં ટ્રક ભગાવી હતી. જેમાં 200 મીટર દૂર મોહનગામ ફાટક નજીક 2ને કોળિયો કરી ગયો હતો.