રોફેલ BBA-BCA કોલેજમાં તારીખ 01/10/2023 ના રોજ સેવાભાવી NSS ના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ તથા સ્વચ્છતા એ જ સેવા અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બે વર્ષ પહેલા સ્વચ્છતા અભિયાન મિશનની શરૂઆત કરવામાં આવી હતી. તેના ભાગરૂપે એન.એસ.એસ ના વિદ્યાર્થીઓ દ્વારા મહાત્મા ગાંધીના “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” ના મંત્રને સાકાર કરવા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ શ્રમદાન કરી સ્વચ્છતા નો સંદેશ આપ્યો હતો.
રોફેલ બીબીએ, બીસીએ કોલેજના આચાર્ય ડો. પ્રિયકાંત વેદ, એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર આસિસ્ટન્ટ પ્રોફેસર જ્યોતિ વર્મા તેમજ આયુષી દેસાઈ અને એન.એસ.એસ ના વિદ્યાર્થીઓ દ્વારા સફળ સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ તમામનો રોફેલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.