વલસાડ જિલ્લાના વાપીમાં સુપર બ્યુટી સેન્ટર, સુપર કૈચી ધાર, સુપર એજન્સી ચલાવતા ઇબ્રાહિમ ચાંદશેખલકર દ્વારા એક વર્કશોપ ટ્રેઇનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લા ઉપરાંત દમણ, સેલવાસમાં બ્યુટીપાર્લર ચલાવતી 70 જેટલી મહિલાઓને બ્યુટીપાર્લરની ટ્રેનિંગ પુરી પાડવામાં આવી હતી.
વાપીમાં બ્લોસમ હોટેલમાં આયોજિત આ સેમિનાર અંગે સુપર બ્યુટી સેન્ટર, સુપર કૈચી ધાર, સુપર એજન્સી ચલાવતા ઇબ્રાહિમ ચાંદશેખલકરે જણાવ્યું હતું કે, તેઓ બ્યુટી સેન્ટર અને સલુંન સાથે સંકળાયેલ પ્રોડક્ટસનો બિઝનેસ ધરાવે છે. આ વિસ્તારમાં આવેલા મોટાભાગના બ્યુટીપાર્લર માં બ્યુટીશયન ને અને સલુંન ને તેમાં ઉપયોગી બ્યુટી પ્રોડક્ટ સપ્લાય કરે છે. તેમજ સમયાંતરે તેની ટ્રેઇનિંગ આપે છે.
જે અંતર્ગત 17મી જુલાઈએ દેશની જાણીતી સ્ટ્રિક્સ કંપની દ્વારા તેમના પ્રોડક્ટ ની જાણકારી આપવા તેમજ તેનો કઈ રીતે ઉપયોગ કરવો તેની માહિતી પ્રદાન કરવા એક ટ્રેઇનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં આ વિસ્તારની 70 જેટલી બ્યુટીપાર્લર સાથે સંકળાયેલ મહિલાઓએ ભાગ લીધો હતો.
જેઓને સ્ટ્રિક્સ બ્રાન્ડના નિષ્ણાત બ્યુટીશ્યન દ્વારા બ્યુટી ટિપ્સ અને હેરકલર, સ્પા અંગે વિશેષ તાલીમ પુરી પાડવામાં આવી હતી. આ તાલીમ મેળવી દરેક બ્યુટીશ્યન તેના બિઝનેસનો વ્યાપ વધારી શકવા સાથે ગ્રાહકોને તેમની સુંદરતામાં સંતોષજનક વધારો કરી આપવા સક્ષમ બનશે.