Friday, January 31News That Matters

સેલવાસમાં રખોલી દમણગંગા નદીના પુલ ઉપર ગાબડું પડતા વાહન વ્યવહાર કરાયો ડાયવર્ટ

દાદરા નગર હવેલીના રખોલી ખાતેથી પસાર થતી દમણગંગા નદી ઉપર પ્રશાસન દ્વારા વર્ષ 2015માં નવા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પુલ પર આરપાર એક ગાબડું પડતા પ્રશાસન તેની મારામતમાં જોતરાયું છે. આ દરમ્યાન 18 જૂન સુધી આ પુલ પર ભારે વાહન વ્યવહાર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તમામ ભારે વાહનોને અન્ય રસ્તે ડાયવર્ટ કર્યા છે. હળવા વાહનોનું આવાગમન યથાવત રાખ્યું છે.26 મે 2015માં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી દ્વારા આ પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પુલ પર ગાબડું પડી જતા હાલ અવરજવર કરવા માટે બંધ કરી દેવાયો છે. ચોમાસુ શરૂ થાય એ પહેલાં જ આ પુલ ઉપર ગાબડું પડી જતા વાહનવ્યવહાર માટે મુશ્કેલી સર્જાઈ છે.પુલની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી જવાથી ટ્રાફિક જામ થઈ ગયો હતો. દમણગંગા નદીનો આ પુલ દાદરા નગર હવેલીના દપાડા, ખાનવેલ, વેલુગામ, માંદોની વગેરે વિસ્તારને જોડે છે. ત્યારે 10 વર્ષ  પહેલા જ બનેલા પુલ ઉપર ગાબડું પડતા પુલમાં વપરાયેલ સળિયા દેખાઈ આવ્યા હતા. હાલમાં જ બનેલા પુલમાં ગાબડું પડતાં પુલની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી એવી માંગ સ્થાનિક લોકો માં ઉઠી છે.હાલ પુલની એક બાજુથી હળવા વાહનોની અવરજવર ચાલુ રાખી ગાબડું પુરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી પુલને બંધ કરવામાં આવશે. તેટલા દિવસ દપાડા, ખાનવેલ, વેલુગામ સહિતના ગામોના લોકોને અને ભારે વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *