Wednesday, January 15News That Matters

વાપીના નામધા ખાતે ફ્લેટમાં લાખોનો જુગાર રમતા 6 કોન્ટ્રાક્ટરોની ટાઉન પોલીસે કરી ધરપકડ, 23,62,430 રૂપિયાના મુદ્દામાલ સાથે જુગારધામનો પર્દાફાશ 

વાપી ટાઉન પોલીસે નામધા ગામમાં આવેલ હનુમંત રેસીડેન્સીના ફ્લેટમાં જુગાર રમતા 6 કોન્ટ્રાકટરને રોકડ રૂપિયા 2,07,430 તથા જુગારના સાહિત્ય સહિત કુલ 23,62,430 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધામનો પર્દાફાશ કર્યો છે. 
આ અંગે મળતી વિગતો મુજબ વાપી ટાઉન પોલીસની ટીમે નામધા ખાતે હનુમંત રેસિડેન્સીમાં ચોથા માળે 403 નંબરના ફ્લેટમાં રેઇડ કરી હતી. જેમાં જુગાર રમતા 6 ઇસમો
1, દર્શક ભરત મહેતા, ધંધો કન્સ્ટ્રકશન રહે, ફલેટ નં .202 જે.કે પેલેસ સતાધાર સોસાયટી ચલા વાપી,
2,  નીતીન ડાયા પટેલ, ધંધો કોન્ટ્રાકટર રહે. એ -207 અલકનંદા સોસાયટી ચણોદ કોલોની ગણેશમંદિર, વાપી
3, અશ્વિન લક્ષ્મણ પટેલ, ધંધો કોન્ટ્રાકટર રહે.એ -402 અલકનંદા સોસાયટી ચણોદ કોલોની ગણેશમંદિર, વાપી
4, યોગેશ રશીક મહેતા, ધંધો કોન્ટ્રાકટર રહે.રાજમોતી – 2 એપાર્ટમેન્ટ ફલેટ નં.બી -1 / 104 છરવાડા રોડ, વાપી
5, સંતોષભાઇ રમેશભાઇ જાદવ, ધંધો કોન્ટ્રાકટર રહે. 603 તુલશી વાટીકા ટાવર જગનપાર્ક રોડ ચલા, વાપી
6, ચંદુ રાજા રાજપુત, ધંધો કોન્ટ્રાકટર રહે, ફલેટ નં. 402 ગુરૂકુપા એપાર્ટમેન્ટ કૈલાશ રોડ વલસાડ તમામને જુગારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં.
પોલીસે આ જુગારિયાઓ પાસેથી રોકડા રૂપિયા 2,07,430 તથા 75000 ના 6 મોબાઈલ, 20 લાખની એક કાર, 80 હજારના 2 મોટરસાયકલ મળી કુલ 23,62,430 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં વાપી ટાઉન પો.સ્ટે.ના પો.ઇન્સ બી.જે.સરવૈયા તથા પો હેડ કોન્સ વિજય માધવરાવ સહિતનો સ્ટાફ જોડાયો હતો. જેઓએ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદિપસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ અધિક્ષક, શ્રીપાલ શેષ્મા વાપી વિભાગ, વાપીની સુુુચના મુજબ દારૂ -જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સાથે ચોક્કસ બાતમી આધારે નામધા હનુમંત રેસીડન્સી ચોથોમાળ ફલેટ નં.સી / 403 ખાતે પહોંચી જુગારધામનો પર્દાફાશ કરી મહત્વની સફળતા મેળવી છે.
જો કે જુગારધામમાં શહેરના નામચીન કોન્ટ્રાકટર ની ધરપકડ કરવામાં આવતા પોલીસ મથક પર શહેરના અન્ય વેપારીઓની ભલામણો નો વરસાદ વરસ્યો હતો. તેમ છતાં પોલીસે તમામ જુગારીયા કોન્ટ્રાકટર સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેને લઈને અન્ય જુગારીયાઓમાં ફફડાટ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *