પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓગસ્ટ, 2024નાં રોજ મહારાષ્ટ્રનાં મુંબઈ અને પાલઘરની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11 વાગે મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF) 2024ને સંબોધન કરશે. ત્યારબાદ બપોરે લગભગ 1:30 વાગે પ્રધાનમંત્રી પાલઘરમાં સિડકો મેદાનમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.પાલઘરમાં પ્રધાનમંત્રી…..
પ્રધાનમંત્રી 30મી ઓગસ્ટ, 2024ના રોજ વઢવાણ પોર્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ આશરે રૂ. 76,000 કરોડ છે. તેનો ઉદ્દેશ વિશ્વકક્ષાનો દરિયાઇ પ્રવેશદ્વાર સ્થાપિત કરવાનો છે, જે મોટા કન્ટેનર જહાજોને પૂરી પાડીને, ઊંડા ડ્રાફ્ટ ઓફર કરીને અને અલ્ટ્રા-લાર્જ કાર્ગો જહાજોને સમાવીને દેશના વેપાર અને આર્થિક વિકાસને વેગ આપશે.
પાલઘર જિલ્લામાં દહાણુ શહેરની નજીક આવેલું વઢવાણ બંદર ભારતનાં સૌથી મોટાં ઊંડાં પાણીનાં બંદરોમાંનું એક હશે અને તે આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ્સને સીધું જોડાણ પ્રદાન કરશે, જેનાથી પરિવહનનાં સમય અને ખર્ચમાં ઘટાડો થશે. અત્યાધુનિક ટેકનોલોજી અને માળખાગત સુવિધાઓથી સજ્જ આ બંદરમાં ડીપ બર્થ, કાર્યક્ષમ કાર્ગો હેન્ડલિંગ સુવિધાઓ અને આધુનિક પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ઉપલબ્ધ થશે.
આ બંદર રોજગારીની નોંધપાત્ર તકોનું સર્જન કરશે, સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન આપશે અને આ ક્ષેત્રના સંપૂર્ણ આર્થિક વિકાસમાં પ્રદાન કરશે તેવી અપેક્ષા છે. વઢવાણ પોર્ટ પ્રોજેક્ટમાં પર્યાવરણીય પ્રભાવને ઘટાડવા અને કડક ઇકોલોજીકલ માપદંડોનું પાલન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સાતત્યપૂર્ણ વિકાસ પદ્ધતિઓનો સમાવેશ થાય છે.
એક વખત કાર્યરત થઈ ગયા પછી આ બંદર ભારતની દરિયાઈ કનેક્ટિવિટીમાં વધારો કરશે અને વૈશ્વિક વેપાર કેન્દ્ર તરીકેની પોતાની સ્થિતિને વધારે મજબૂત કરશે. પ્રધાનમંત્રી આશરે રૂ. 1,560 કરોડનાં મૂલ્યનાં 218 મત્સ્યપાલન પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે, જેનો ઉદ્દેશ દેશભરમાં આ ક્ષેત્રનાં માળખાગત સુવિધા અને ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલોથી મત્સ્યપાલન ક્ષેત્રમાં પાંચ લાખથી વધારે રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે.
પ્રધાનમંત્રી આશરે રૂ. 360 કરોડનાં ખર્ચે જહાજ સંચાર અને સહાયક વ્યવસ્થાનાં રાષ્ટ્રીય રોલ આઉટનો શુભારંભ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 13 તટીય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં યાંત્રિક અને મોટરથી ચાલતા મત્સ્યપાલન જહાજો પર તબક્કાવાર 1 લાખ ટ્રાન્સપોન્ડર લગાવવામાં આવશે. જહાજ સંચાર અને સહાયક પ્રણાલી ઈસરો દ્વારા વિકસાવવામાં આવેલી સ્વદેશી ટેકનોલોજી છે, જે માછીમારો દરિયામાં હોય ત્યારે દ્વિ-માર્ગીય સંચાર સ્થાપિત કરવામાં મદદ કરશે અને બચાવ કામગીરીમાં પણ મદદ કરશે તેમજ અમારા માછીમારોની સલામતી સુનિશ્ચિત કરશે.
પ્રધાનમંત્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવનારી અન્ય પહેલોમાં ફિશિંગ હાર્બર અને ઇન્ટિગ્રેટેડ એક્વાપાર્ક્સનો વિકાસ સામેલ છે, તેની સાથે-સાથે રેસિર્ક્યુલેટરી એક્વાકલ્ચર સિસ્ટમ અને બાયોફ્લોક જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો પણ સ્વીકાર સામેલ છે.
આ પ્રોજેક્ટ્સ વિવિધ રાજ્યોમાં અમલમાં મૂકવામાં આવશે અને તે માછલીના ઉત્પાદનમાં વધારો કરવા, લણણી પછીના વ્યવસ્થાપનમાં સુધારો કરવા અને મત્સ્યપાલન ક્ષેત્ર સાથે સંકળાયેલા લાખો લોકો માટે સ્થાયી આજીવિકાનું સર્જન કરવા માટે મહત્ત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ અને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત ઇનપુટ્સ પ્રદાન કરશે.
પ્રધાનમંત્રી મત્સ્યપાલનનાં બંદરોનો વિકાસ, અપગ્રેડેશન અને આધુનિકીકરણ, ફિશ લેન્ડિંગ સેન્ટર્સ અને માછલી બજારનાં નિર્માણ સહિત મત્સ્ય સંબંધિત માળખાગત સુવિધાઓની મહત્ત્વપૂર્ણ યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. આનાથી માછલી અને સીફૂડના લણણી પછીના વ્યવસ્થાપન માટે જરૂરી સુવિધાઓ અને આરોગ્યપ્રદ સ્થિતિ પૂરી પાડવાની અપેક્ષા છે.
પ્રધાનમંત્રી મુંબઈમાં….
પ્રધાનમંત્રી ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (જીએફએફ) 2024નાં વિશેષ સત્રને સંબોધન કરશે. જીઇએફનું આયોજન પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને ફિનટેક કન્વર્ઝન કાઉન્સિલ દ્વારા સંયુક્તપણે કરવામાં આવ્યું છે. ભારત અને અન્ય વિવિધ દેશોના નીતિ ઘડવૈયાઓ, નિયમનકારો, વરિષ્ઠ બેન્કરો, ઉદ્યોગના અગ્રણીઓ અને શિક્ષણવિદો સહિત આશરે 800 વક્તાઓ આ પરિષદમાં 350થી વધુ સત્રોને સંબોધિત કરશે. તે ફિંટેક લેન્ડસ્કેપની નવીનતમ નવીનતાઓ પણ પ્રદર્શિત કરશે.
જીએફએફ 2024માં 20થી વધુ વિચારશીલ નેતૃત્વ અહેવાલો અને શ્વેત પત્રો શરૂ કરવામાં આવશે, જે આંતરદૃષ્ટિ અને ઊંડાણપૂર્વકની ઉદ્યોગની માહિતી પ્રદાન કરશે.
સોર્સ…. PIB… ઇમેજ સૌજન્ય.. ઈન્ટરનેટ સોશ્યલ મીડિયા