Sunday, December 22News That Matters

વાપીમાં VTA દ્વારા ત્રિદિવસીય ટ્રાન્સપોર્ટ પ્રિમયર લીગ 6 – 2023 નું આયોજન કરવામાં આવ્યું

વલસાડ જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટર, કર્મચારીઓ વચ્ચે એકતાની ભાવના કેળવાય, વેપારમાં વૃદ્ધિ થાય તેવા ઉદેશથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ 6 – 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય ક્રિકેટ મેચમાં 16 ટીમોએ ભાગ લીધો છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના પ્રમુખ સહિત વલસાડ જિલ્લા પોલીસવડા, વાપીના ઉદ્યોગકારોના હસ્તે આ ટુર્નામેન્ટનો VIA ગ્રાઉન્ડ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.

 

આ અંગે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના માજી પ્રમુખ રામસિંગ સારને જણાવ્યું હતું કે,  VTA આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં16 ટીમે ભાગ લીધો છે. જેમાં ટ્રાન્સપોર્ટ ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટ માટે VTA ના વર્તમાન પ્રમુખ ભરતભાઇ ઠક્કર, અરવિંદભાઈ શાહ અને તેમની ટીમે 2 મહિના સુધી તૈયારીઓ કરી છે. ટૂર્નામેન્ટ ના શુભારંભ પ્રસંગે પ્રથમ દિવસે વાપીના જાણીતા ઉદ્યોગપતિઓએ ઉપસ્થિત રહી સહયોગ કર્યો છે. ટુર્નામેન્ટ માં કુલ 16 ટીમના 232 ખેલાડીઓએ ભાગ લીધો છે. જેઓએ 6 મહિનાથી તૈયારી કરી છે. 3 દિવસની મેચમાં અંતિમ દિવસે સેમિફાઇનલ, ફાઇનલ મેચ રમાશે. જેમાં જે ટીમ વિજેતા બનશે તેને ઇનામ આપવામાં આવશે.

 

ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં 2000 જેટલા ટ્રાન્સપોર્ટસ છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામ ટ્રાન્સપોર્ટર, કર્મચારીઓ એકબીજાના સંપર્ક આવે, ભાઈચારો કાયમ કરે, વેપાર ધંધામાં વધારો કરી હળીમળીને વેપારમાં પ્રગતિ કરી શકે તેવા ઉદેશથી આ 6થી ટ્રાન્સપોર્ટ પ્રિમયર લીગ હતી. વાપીના VIA ગ્રાઉન્ડ આયોજિત આ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લેનાર ક્રિકેટ ખેલાડીઓએ ચોગ્ગા છગ્ગા ની રમઝટ બોલાવી પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતાં. ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહી રોમાંચક મેચનો આનંદ માણ્યો હતો.

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *