વાપી GIDCમાં K K POONJA & SONS કંપનીની સામે મુખ્ય માર્ગ પર જ ટેન્કરમાંથી 50 જેટલા ડ્રમ માં આ કોઈક ખાસ પ્રકારનો પદાર્થ કે પ્રવાહી ઠાલવી રહ્યા હતાં. ટેન્કર પર Flammbals Liquid એવું લખેલું છે જે બતાવે છે કે આ ટેન્કરમાં ભરેલો પદાર્થ જ્વલનશીલ હોઈ શકે છે. જો કે, મીડિયાએ આ કાર્યવાહીના ફોટો, વિડિઓ લેતા જ ટેન્કર ખાલી કરનારા કંપનીના કર્મચારીઓ તમામ ચીજવસ્તુઓ એમ જ છોડી ને કંપનીમાં ઘુસી ગયા હતાં.
આ પ્રકારની હરકત બતાવે છે કે ટેન્કરમાંથી ડ્રમ માં ખાલી કરાતું પ્રવાહી શંકાસ્પદ હોઈ શકે છે. આ અંગે GPCB તપાસ કરશે તો જ સત્ય સામે આવશે. જો કે કંપનીના સંજય નામના માલિક સાથે ટેલિફોનિક વાત કરવાનો પ્રયાસ કરતા તેમણે આ મામલે વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.