Friday, October 18News That Matters

રાષ્ટ્રીય જળ પુરસ્કારોમાં ગુજરાતના આ જિલ્લાને, નગરપાલિકાને, ગામને, ઉદ્યોગને અને સંસ્થાને મળ્યો શ્રેષ્ઠ પુરસ્કાર

કેન્દ્રીય જલ શક્તિ મંત્રી, ગજેન્દ્ર સિંહ શેખાવતે 7મી જાન્યુઆરી 2022ના ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર- 2020ની જાહેરાત કરી છે. જેમાં બેસ્ટ સ્ટેટ કેટેગરીમાં ઉત્તર પ્રદેશને પ્રથમ ઇનામ આપવામાં આવ્યું છે. રાજસ્થાનને બીજું અને તમિલનાડુને ત્રીજું ઇનામ મળ્યું હતું. જ્યારે ગુજરાતના વડોદરા જિલ્લાને, વાપી નગરપાલિકાને, કચ્છના કનકપર અને સાબર કાંઠાના તખતગઢ ગ્રામ પંચાયતને, IIT, ગાંધીનગરને, વેલસ્પન ઈન્ડિયા ટેક્સટાઈલ લિમિટેડ, કોસ્ટલ સેલિનિટી પ્રિવેન્શન સેલ-અમદાવાદ, વિવેકાનંદ સંશોધન અને તાલીમ સંસ્થા-ભાવનગર, અદાણી ફાઉન્ડેશન-ગુજરાતને પણ વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પારિતોષિક એનાયત થતા દેશભરમાં ગુજરાતનું નામ રોશન થયું છે. જો કે ગુજરાતની શાળાઓમાં પાણી બાબતે સંપૂર્ણ ઉદાસીનતા પણ સામે આવી છે.
પાણી એ જીવનનું મૂળ છે. ભારતમાં વર્તમાન પાણીની જરૂરિયાત દર વર્ષે આશરે 1,100 બિલિયન ક્યુબિક મીટર હોવાનો અંદાજ છે, જે વર્ષ 2050 સુધીમાં વધીને 1,447 બિલિયન ક્યુબિક મીટર થવાની ધારણા છે. સંસાધન તરીકે પાણી ભારત માટે મહત્વપૂર્ણ છે, જે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. ભારત વિશ્વની 18% થી વધુ વસ્તીનું ઘર છે, પરંતુ વિશ્વના પુનઃપ્રાપ્ય જળ સંસાધનો માત્ર 4% છે. જલ શક્તિ મંત્રીએ કહ્યું કે આ પૃષ્ઠભૂમિમાં રાજ્યો, જિલ્લાઓ, વ્યક્તિઓ, સંસ્થાઓ વગેરે દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્ય અને પ્રયત્નોને ઓળખવા અને પ્રોત્સાહિત કરવા માટે, રાષ્ટ્રીય જળ પુરસ્કાર (NWA) ની સ્થાપના કરવામાં આવી છે.
જલ શક્તિ મંત્રાલય દ્વારા 2018 માં પ્રથમ રાષ્ટ્રીય જળ પુરસ્કાર શરૂ કરવામાં આવ્યો હતો. એ જ રીતે આ વર્ષે પણ રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2020ની જાહેરાત કરવામાં આવી છે. જળ સંસાધન વ્યવસ્થાપન ક્ષેત્રે અનુકરણીય કાર્ય કરી રહેલી વ્યક્તિઓ અને સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા અને ઓળખવા માટે, જળ સંસાધન વિભાગ, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ, જલ શક્તિ મંત્રાલયે વિવિધ 11 રાજ્યો, સંસ્થાઓ, વ્યક્તિઓ વગેરેને શ્રેષ્ઠ રાજ્ય, જિલ્લા માટે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત, શ્રેષ્ઠ નગરપાલિકા શહેરી, શ્રેષ્ઠ મીડિયા (પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક), શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠ સંસ્થા/આરડબ્લ્યુએ/કેમ્પસ ઉપયોગ માટે ધાર્મિક સંસ્થા, શ્રેષ્ઠ ઉદ્યોગ, શ્રેષ્ઠ એનજીઓ, શ્રેષ્ઠ પાણી વપરાશકાર એસોસિએશન, અને CSR પ્રવૃત્તિ શ્રેષ્ઠ ઉદ્યોગ સહિત કુલ 57 પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. આમાંની કેટલીક શ્રેણીઓમાં દેશના વિવિધ પ્રદેશો માટે પેટા-શ્રેણીઓ છે. વિવિધ કેટેગરીમાં એવોર્ડ વિજેતાઓ પ્રશસ્તિપત્ર, ટ્રોફી અને રોકડ પુરસ્કાર મેળવવાને હકદાર બન્યા છે.
રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2020 વિજેતાઓની યાદીમાં શ્રેષ્ઠ રાજ્યની કેટેગરીમાં ઉત્તર પ્રદેશ પ્રથમ, રાજસ્થાન દ્વિતીય અને તમિલનાડુ ત્રીજા નંબરે રહ્યું છે.
શ્રેષ્ઠ ઉત્તર ઝોન જિલ્લાની કેટેગરીમાં UP ના મુઝફ્ફરનગરને પ્રથમ, પંજાબના શહીદ ભગત સિંહ નગરને દ્વિતીય, કેરળના તિરુવનંતપુરમને ત્રીજું સ્થાન મળ્યું છે,
શ્રેષ્ઠ જિલ્લો, દક્ષિણ ઝોન કેટેગરીમાં આંધ્રપ્રદેશના કુડ્ડાપહને પ્રથમ, બિહારના પૂર્વ ચંપારણને બીજું.
“શ્રેષ્ઠ જિલ્લો, પૂર્વ ઝોન” માં ઝારખંડના ગોડ્ડાને પ્રથમ, મધ્યપ્રદેશના ઇન્દોરને બીજું,
શ્રેષ્ઠ જિલ્લો, પશ્ચિમ ઝોન” માં વડોદરા, ગુજરાતને પ્રથમ, બીજું  વડોદરા જિલ્લો અને રાજસ્થાનના બાંસવાડા
(સંયુક્ત વિજેતા)
“શ્રેષ્ઠ જિલ્લો, ઉત્તર-પૂર્વ ઝોન” માં ગોલપારા, આસામને પ્રથમ સિયાંગ, અરુણાચલ પ્રદેશને બીજું,
“શ્રેષ્ઠ ગ્રામ પંચાયત, ઉત્તર ઝોન” માં ધસપદ, અલમોડા, ઉત્તરાખંડને પ્રથમ, જામોલા, રાજૌરી, જમ્મુ અને કાશ્મીરને બીજું, બાલુઆ, વારાણસી, ઉત્તર પ્રદેશને ત્રીજું
“શ્રેષ્ઠ ગ્રામ પંચાયત, દક્ષિણ ઝોન” માં યેલરામપુરા પંચાયત, તુમાકુરુ જિલ્લો, કર્ણાટક ને પ્રથમ, વેલ્લાપુથુર પંચાયત, ચેંગલપટ્ટુ જિલ્લો, તમિલનાડુને બીજું, એલાપુલ્લી ગ્રામ પંચાયત, પલ્લાક્કડ જિલ્લો, કેરળને ત્રીજું,
“શ્રેષ્ઠ ગ્રામ પંચાયત, પૂર્વ ઝોન”માં તેલારી પંચાયત, ગયા જિલ્લો, બિહારને પ્રથમ, છિંડિયા પંચાયત, સૂરજપુર જિલ્લો, છત્તીસગઢને બીજું, ગુની પંચાયત, ખુંટી જિલ્લો, ઝારખંડને ત્રીજું
“શ્રેષ્ઠ ગ્રામ પંચાયત, પશ્ચિમ ઝોન” માં તખતગઢ, સાબરકાંઠા, ગુજરાતને પ્રથમ, કનકપર, કચ્છ, ગુજરાતને બીજું, સુર્ડી, સોલાપુર, મહારાષ્ટ્રને ત્રીજું
“શ્રેષ્ઠ ગ્રામ પંચાયત, ઉત્તર-પૂર્વ ઝોન” માં સિયાલસિર, સિરચિપ, મિઝોરમને પ્રથમ, અમિંડા, સિમસાંગરે, પશ્ચિમ ગારો હિલ્સ, મેઘાલયને બીજું, ચંબાગ્રે, પશ્ચિમ ગારો હિલ્સ, મેઘાલયને ત્રીજું,
“શ્રેષ્ઠ નગર પાલિકા”માં વાપી, શહેરી સ્થાનિક સંસ્થા, ગુજરાતને પ્રથમ, દાપોરી, નગર પંચાયત, મહારાષ્ટ્રને બીજું, મદુરાઈ, મ્યુનિસિપલ કોર્પોરેશન, તમિલનાડુને ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું છે.
“શ્રેષ્ઠ શાળા” કેટેગરીમાં સરકારી કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળા, કાવેરીપટ્ટનમ, તમિલનાડુને પ્રથમ, અમલોરપાવમ, લોર્ડ્સ એકેડમી, તિરુવલ્લુઆર, પુડુચેરીને બીજું, એમિટી ઇન્ટરનેશનલ સ્કૂલ, નોઇડા, યુપીને અને સરકારી માધ્યમિક શાળા, મનપેટ, પુડુચેરી ત્રીજું (સંયુક્ત વિજેતા) સ્થાન પ્રાપ્ત થયું છે.
“કેમ્પસ ઉપયોગ માટે શ્રેષ્ઠ સંસ્થા/RWA/ધાર્મિક સંસ્થા” માં માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ, જમ્મુને પ્રથમ, IIT, ગાંધીનગર-ગુજરાતને બીજું, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ, ફરીદાબાદને ત્રીજું સ્થાન મળ્યું છે.
“શ્રેષ્ઠ ઉદ્યોગ” કેટેગરીમાં વેલસ્પન ઈન્ડિયા ટેક્સટાઈલ લિમિટેડ, ગુજરાતને પ્રથમ, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડ, તમિલનાડુને બીજું, ટ્રાઇડેન્ટ (ટેક્સટાઇલ) લિમિટેડ, પંજાબ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ, નવી દિલ્હીને ત્રીજું (સંયુક્ત વિજેતા) સ્થાન પ્રાપ્ત થયું છે.
 “શ્રેષ્ઠ એનજીઓ” કેટેગરીમાં કોસ્ટલ સેલિનિટી પ્રિવેન્શન સેલ, અમદાવાદને પ્રથમ, વિવેકાનંદ નરદેવ, કન્યાકુમારીને બીજું, વિલેજ ડેવલપમેન્ટ સોસાયટી, ઔરંગાબાદ અને વિવેકાનંદ સંશોધન અને તાલીમ સંસ્થા, ભાવનગરને ત્રીજું (સંયુક્ત વિજેતા) સ્થાન પ્રાપ્ત થયું છે.
“બેસ્ટ વોટર યુઝર્સ એસોસિએશન” કેટેગરીમાં પંચગાચિયા MDTW WUA, હુગલી, પશ્ચિમ બંગાળને પ્રથમ, હથિંડા ચંપા, પુરુલિયા, પશ્ચિમ બંગાળને બીજું, એમ ટોર મીની નદી લિફ્ટ સિંચાઈ WA પુરુલિયા પશ્ચિમ બંગાળને ત્રીજું
“સીએસઆર પ્રવૃત્તિ માટે શ્રેષ્ઠ ઉદ્યોગ” કેટેગરીમાં ITC લિમિટેડ, કોલકાતા, પશ્ચિમ બંગાળને પ્રથમ, અદાણી ફાઉન્ડેશન, ગુજરાતને બીજું, HAL, બેંગ્લોર, કર્ણાટક અને ધરમપાલ સત્યપાલ લિમિટેડ, નોઈડા, ઉત્તર પ્રદેશ નેે ત્રીજું (સંયુક્ત વિજેતા), તરીકે સ્થાન મળ્યું છે.
“શ્રેષ્ઠ મીડિયા (પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક)”માં મિશન વોટર (નેટવર્ક 18)ને પ્રથમ, એગ્રોવન, સકલ મીડિયા પ્રા. લિ. (આદિનાથ દત્તાત્રેય ચવ્હાણ)ને બીજું, સંદેશ દૈનિક ભુજ આવૃત્તિને ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *