Friday, January 31News That Matters

વાપી GIDC માં આવેલ Anupam Colours Pvt. Ltd. કંપનીમાં લાગેલી આગમાં વેલ્ડરનું ભડથું થયેલ મૃતદેહ મળતા અરેરાટી ફેલાઈ

વાપી GIDC માં 3rd phase માં આવેલ Anupam Colours Private Limited નામની કંપનીમાં સોમવારે બપોર બાદ આગની ઘટના બની હતી. જેમાં કૌશલ કુમાર યાદવ નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. 

ઘટના અંગે મળતી વિગતો મુજબ કંપનીમાં વેલ્ડીંગ ના કામકાજ માટે કોન્ટ્રકટરને કામ સોંપાયું હતું. જે કોન્ટ્રકટર પાસે કામ કરતો કૌશલ કુમાર યાદવ કંપનીમાં વેલ્ડીંગનું કામ કરવા આવ્યો હતો. જે દરમ્યાન વેલ્ડીંગના તણખા ઉડતા આગ લાગી હતી. આગની ઘટના દરમ્યાન નજીકમાં રહેલ સીંટેક્ષની ટેન્ક આગમાં સળગી હતી. જેમાં આ કર્મચારી પણ ભડથું થઈ ગયો હતો.

આગની ઘટનાની જાણકારી ફાયરને મળતા ફાયરના જવાનોએ આગ બુઝાવી હતી. જે બાદ કૌશલ યાદવની તપાસ હાથ ધરાઈ હતી. જે તપાસમાં તેનો મૃતદેહ સીંટેક્ષની ટાંકી પાસેથી ભડથું થયેલ હાલતમાં મળી આવ્યો હતો. જેના મૃત્યુની ખબર મળતા તેમના સગા સંબંધીઓ પણ કંપની ખાતે દોડી આવ્યાં હતા. અને ભારે હંગામો મચાવ્યો હતો. જો કે, આ ઘટનામાં કંપની સંચાલકોની બેદરકારી પણ છતી થઈ હોય  ફેક્ટરી ઇન્સ્પેકટર, પોલીસ અને અન્ય સંસ્થાઓએ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *