ઉમરગામ તાલુકાના અને ટાઉન વિસ્તારના તમામ મુખ્ય માર્ગો બિસ્માર હાલતમાં છે. ખાડાવાળા આ માર્ગોને કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. રીક્ષા સંચાલકોને પેસેન્જરથી મળતા ભાડા સામે નુકસાનનો ખર્ચ વધુ વેઠવો પડી રહ્યો છે. ત્યારે, તમામ મુખ્ય માર્ગોની મરામત થાય તેવી રજુઆત સાથે ઉમરગામ વેલ્ફેર રીક્ષા એસોસિએશન દ્વારા ઉમરગામ મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ હતી. તેમજ એક સપ્તાહમાં માર્ગનું સમારકામ નહિ થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
વેલ્ફેર રીક્ષા એસોસિએશન ઉમરગામ ના પ્રમુખ પ્રદીપ પટેલની આગેવાનીમાં ઉમરગામ મામલતદાર ને આવેદનપત્ર આપી બિસ્માર માર્ગોનું વહેલી તકે સમારકામ કરવા રજુઆત કરવામાં આવી હતી. પ્રદીપ ટંડેલે જણાવ્યું હતું કે, ઉમરગામ તાલુકામા આવેલ GIDC માં અંદાજિત 1.35 લાખ કામદારો રોજીરોટી મેળવવા વિવિધ એકમોમાં કામ કરે છે. જેમને લાવવા લઈ જવા માટે સંજાણ અને ઉમરગામ મળીને 1200 જેટલા રિક્ષા ચાલે છે. પરન્તુ ખરાબ માર્ગને કારણે રિક્ષામાં નુકસાન થવા સાથે સમયની બરબાદી થાય છે. જે ધ્યાને રાખી મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે.
આ કામદારો ઉમરગામ, સંજાણ તથા આજુ બાજુના ગામોથી અવર જવર કરે છે, જેમને લાવવા લઈ જવા માટે સંજાણ અને ઉમરગામ મળીને 1200 જેટલા રિક્ષા ચાલે છે. જેના થકી રીક્ષા ચાલકો પણ પોતાની રોજીરોટી મેળવી રહ્યા છે. કામદારો તથા આજુ બાજુના ગામમાં અવર જવર મા ઉમરગામ – સંજાણ, ઉમરગામ ટાઉનથી – સ્ટેશન તથા સંજાણથી – ઉમરગામ જીઆઇડીસી ના રિક્ષા દ્વારા કામદારોના તથા ગામથી સ્ટેશન ના લોકલ ફેરા ખુબ વધારે હોય છે.
જો કે, રોડમા મસમોટા ખાડા પડી ગયેલા છે. જેમાં એવરેજ તથા મેન્ટેનન્સ ખુબ વધી જાય ને ટાઇમસર કામદારો તથા મુસાફરોને પહોચાડી શકતા નથી, જેને ધ્યાનમા લઇ સાત દિવસ મા જો રસ્તાની મરામત નહીં કરવામા આવે તો, ગાંધી ચિન્હા માર્ગે રસ્તા રોકો આંદોલન કરીશુ તેવી ચીમકી ઉચ્ચારી હતી.