Thursday, January 16News That Matters

વલસાડમાં જુના ગુજરાત હાઉસિંગ બોર્ડની 209 નંબરની બિલ્ડીંગના ત્રીજા માળનો સ્લેબ તૂટતા ભાગદોડ મચી 

વલસાડના તિથલ રોડ પર આવેલ જુના હાઉસિંગ બોર્ડની 209 નંબર ની જર્જરિત બિલ્ડીંગમાં ત્રીજા માળ ના સ્લેબમાં ગાબડું પડતા લોકોમાં ગભરાટનો માહોલ ઉભો થયો છે. 40 વર્ષ જૂની આ વસાહતમાં આ પહેલા પણ આ પ્રકારની ઘટના બની ચુકી છે. શનિવારે જે ફ્લેટમાં સ્લેબ પડ્યો તે ફ્લેટનો પરિવાર વતન ગયો હોય જાનમાલની નુક્સાની ટળી હતી.
શનિવારે વહેલી સવારે વલસાડના તિથલ રોડ પર આવેલ જુના હાઉસિંગ બોર્ડની 209 નંબરની જર્જરિત બિલ્ડીંગમાં ત્રીજા માળનો સ્લેબ ધરસાઈ થયો હતો. આ બિલ્ડીંગમાં 4 પરિવારો રહેતા હતા. બાકી ના ફ્લેટ બંધ હતા બિલ્ડીંગ જર્જરિત હોવાથી વધુ લોકો રહેતા ન હતા. તેવામાં આ ઘટના બની હતી બિલ્ડીંગના ત્રીજા માળે ફ્લેટ નો અગાસી નો ભાગ ધડાકા ભેર તૂટ્યો હતો. ઘટના દરમ્યાન ફ્લેટ માં રહેતો પરિવાર 15 દિવસ માટે ગામ ગયો હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી અને આ ધાબું પડતા બિલ્ડીંગ માં રહેતા અન્ય લોકોએ તાત્કાલિક બિલ્ડીંગ ખાલી કરી દીધું હતું.
છત માં પડેલા મસમોટા ગાબડા બાદ સ્થાનિકોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે 33 વર્ષથી અહીં લોકો વસવાટ કરે છે. હાઉસિંગ બોર્ડની બિલ્ડીંગ વર્ષોથી અત્યંત જર્જરિત છે. જેને રીપેર કરવા તેમજ રીનોવેશન કરવા સરકારમાં તેમજ હાઉસિંગ બોર્ડમાં અનેક વાર રજુઆત કરવા છતાં અહીં હાઉસિંગ બોર્ડના અધિકારીઓ ફરકતા સુધ્ધાં નથી. સ્થાનિકો પોતેજ રીપેર કરાવે છે ત્યારે લોકોની એક જ માંગ છે કે અહીં જર્જરિત બિલ્ડીંગોનું સમારકામ કરવામાં આવે અથવા તો તેઓ માટે અન્ય સ્થળે રહેવાની વ્યવસ્થા કરી દેવામાં આવે જો એ વહેલી તકે નહિ થાય તો હાલ ચોમાસુ હોય ચોમાસામાં મોટી જાનહાની થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *