વાપી નગરપાલિકામાં સોમવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિપક્ષે ભૂગર્ભ ગટર બની નથી. તેમજ નળ કનેક્શન આપ્યા નથી તેવા વિસ્તારના લોકો પાસેથી પણ તોતિંગ વધારા સાથેનો ટેક્સ વસુલવામાં આવી રહ્યો છે. તે અંગે પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહે ખુલાસો કર્યો હતો.
કાશ્મીરા શાહે જણાવ્યું હતું કે, જે વિસ્તારમાંથી અમે ભૂગર્ભ ગટર કે નળ કનેક્શન આપ્યા નથી તેવા લોકો પાસેથી ટેક્ષ વસૂલી રહ્યા છીએ તો તે અંગે તેવા ગ્રાહકો અમને લેખિતમાં રજુઆત કરશે તો તેઓનું પાલિકા સાંભળશે અને બનતા નિર્ણયો કરી ન્યાય આપશે.
જો કે, ટેક્ષ વધારાના મુદ્દે પ્રમુખે જણાવ્યું હતું કે, આ ટેક્સ વધારો સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં આવ્યો છે. સરકારના નિયમો મુજબ દર વર્ષે પાલિકા ટેક્સમાં 5 ટકાનો વધારો કરી શકે છે. જે વધારો ઘણા વર્ષોથી કર્યો નહોતો જેથી ઓડિટ સમયે અનેક વાર સરકારની સૂચનાઓ સાંભળવી પડતી હતી. જે ધ્યાને રાખી આ વધારો કરવામાં આવ્યો છે.
જે વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ સાથે પાણીના કનેક્શન આપ્યા નથી. તે અંગે પ્રમુખે જણાવ્યું હતું કે, જે લોકો પાલિકાના નલના કનેક્શન લેતા નથી અને બોરિંગનું પાણી પીવે છે. તેવા લોકોએ પાલિકા દ્વારા વિતરિત થતું શુદ્ધ પીવાનું પાણી પીવું જોઈએ બોરિંગનું પાણી સ્વાસ્થ્ય માટે સારું નથી. એટલે દરેકે નળ કનેક્શન લેવા હિતાવહ છે.