Friday, January 31News That Matters

સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ વિધાનસભા બેઠકોના દાવેદારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા નો શુભારંભ

વલસાડ જિલ્લામાં વિધાનસભાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે ગુરુવારે વલસાડના વશિયરમાં શ્રી પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા ની ત્રણ બેઠક માટે નિરીક્ષકો દ્વારા દાવેદારો ના સેન્સ લેવામાં આવ્યા હતાં. સેન્સ લેવા માટે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, રાજેશ પટેલ અને નયના બેન પટેલ હાજર રહ્યા હતા. 
વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી પ્રથમ દિવસે હાઈ પ્રોફાઈલ ગણાતી ત્રણ વિધાનસભા બેઠકોના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે ભાજપ દ્વારા દાવેદારો ના સેન્સ લેવામાં આવ્યા હતા.
વલસાડ જિલ્લામાં હાઈપ્રોફાઈલ ગણાતી ત્રણેય બેઠકમાં ઉમરગામ બેઠક પૂર્વ રાજ્ય મંત્રી રમણ પાટકર તો પારડી બેઠક પર રાજ્ય ના નાણાં મંત્રી કનું દેસાઈ જ્યારે કપરાડા બેઠક પર જીતુ ચૌધરી પાણી પુરવઠા મંત્રી છે. જે ત્રણેય પીઢ નેતા હોવાનું મનાય છે. આ ત્રણ વિધાનસભાની બેઠકના દાવેદારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ભાજપ દ્વારા સેન્સ લેવા આવેલ મંત્રી અને નિરીક્ષક રાજેન્દ્ર ત્રિવેદીએ આ તબક્કે જણાવ્યું હતું કે ભાજપ લોકશાહીને વરેલી પાર્ટી છે. જેમાં દરેક કાર્યકરો સાથે ચર્ચા, મંથન અને સંવાદ કર્યા બાદ જ જે તે દાવેદારને ટીકીટ આપવામાં આવે છે. આ સેન્સ પ્રક્રિયામાં ચૂંટાયેલા હોદ્દેદારો, પદાધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે.
સેન્સ પ્રક્રિયામાં કપરાડા બેઠક માટે તેમજ અન્ય બેઠક માટે દાવેદાર સાથે આવેલા સરપંચો, સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ, સભ્યો સાથે ચર્ચા કરી છે. જેમાં તમામે એક જ દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો કે, ઉમેદવાર કોઈપણ હોય અમે કમળ ને જીતાડવા કટિબદ્ધ છીએ. જે વાતની ત્રણેય નિરીક્ષકોએ નોંધ કરી છે. અને તે આધારે ઉપરોક્ત નામો પાર્ટીમાં મોકલશે.
રાજેન્દ્ર ત્રિવેદીએ ટકોર કરી હતી કે, અન્ય પાર્ટીઓમાં ઉચ્ચ લેવલે જ ઉમેદવારનું નામ નક્કી થાય છે. જ્યારે, ભાજપમાં નાના માં નાના કાર્યકરને સાંભળવામાં આવે છે. તેમના સેન્સ લેવામાં આવે છે. લીધા છે અને તે બાદ જ યોગ્ય ઉમેદવાર ની પસંદગી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *