Friday, January 31News That Matters

વાપી નજીક રાતા ખાતે અત્યાધુનિક કમ્યુનિટી હોલનું સિંધી સમાજે કર્યું ભૂમિપૂજન

વલસાડ જિલ્લામાં અને સેલવાસ, દમણમાં ધંધા રોજગાર માટે વર્ષોથી સ્થાઇ થયેલા સિંધી સમાજે વાપી નજીક રાતાં ખાતે દોઢ થી 2 કરોડના ખર્ચે નિર્માણ થનાર અત્યાધુનિક કમ્યુનિટી હોલનું ભૂમિપૂજન કર્યું હતું. કાર્યક્રમમાં વાપી, દમણ, સેલવાસમાં રહેતા સિંધી સમાજના લોકો અને ઉદ્યોગકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
વાપીમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો અને ધાર્મિક તહેવારો ઉજવતા સિંધી સમાજે મહત્વના સંકલ્પ સાથેનું સોપાન સર કર્યું છે. વાપી સિંધી એસોસિએશન દ્વારા વાપી નજીક રાતાં ખાતે 400 મીટરમાં અંદાજિત 2 કરોડના ખર્ચે બનનાર બે મંજીલા કમ્યુનિટી હોલનું જાણીતા ઉદ્યોગપતિઓ, સમાજના આગેવાનોના હસ્તે ભૂમિપૂજન કર્યું હતું.
આ અંગે સિંધી એસોસિએશન ના પ્રમુખ પિન્કી ખીમનાની એ જણાવ્યું હતું કે, તેમનો સમાજ ખૂબ જ નાનો સમાજ છે. પરંતુ તેઓ તેમના દરેક તહેવાર ઉજવી તેમની ભાષા અને સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે. ત્યારે તેમના સમાજ માટે અને અન્ય સમાજ માટે ઉપયોગી નીવડે તેવા કમ્યુનિટી હોલ બનાવવાની નેમ સેવી હતી. જે અંતર્ગત આજે રાતા ખાતે સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
રાતાં ખાતે બનનાર કમ્યુનિટી હોલ અંગે પિન્કી ખીમનાનીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, અહીં 400 મીટરના પ્લોટ પર અંદાજિત 2 કરોડના ખર્ચે આ કમ્યુનિટી હોલ બનશે. જે 2 મંજીલા હશે. જેમાં સિંધી સમાજ તેમના ધાર્મિક પ્રસંગો, લગ્ન પ્રસંગોની ઉજવણી કરી શકશે. સાથોસાથ અન્ય સમાજના લોકોને પણ ભાડે આપવામાં આવશે. આ હોલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે.
તો, આ ભૂમિપૂજન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ઉદ્યોગપતિ આર. કે. કુંદનાનીએ જણાવ્યું હતું કે, વાપી, દમણ સેલવાસમાં વસતા સિંધી સમાજે એક કમ્યુનિટી હોલ બનાવવાનો સંકલ્પ લીધો હતો. જે આજે પરિપૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યો છે. આ વિસ્તારમાં રહેતા તમામ સિંધી સમાજ એકબીજા સાથે સંપર્કમાં રહી પારિવારિક ભાવનાથી દરેક તહેવાર ઉજવતા આવ્યા છે. આ કમ્યુનિટી હોલ તેમના સમાજ ઉપરાંત અન્ય સમાજ માટે પણ અતિ ઉપયોગી બનશે.
ઉલ્લેખનીય છે કે દાતાઓના દાનની રકમમાંથી નિર્માણ થનાર આ કમ્યુનિટી હોલનું ભૂમિપૂજન લાયન ડૉ. રાજુ માનવાની, સરના ગ્રુપના એસ. એસ. સરના, રાજેશ લાલચંદાની સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિંધી એસોસિએશન સાથે જોડાયેલ પ્રમુખ પિન્કી ખીમનાની, એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ જઈશ ટેકચંદાની, નાનીક મદનાની સહિત સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *