સોળ સુંબા પૂર્વ વિસ્તારમાં બ્રિજ બનાવ્યો છે. પણ ગટર ની સુવિધા નહીં મળતા લોકો માટે નર્કાગાર જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે. આ અંગે ગામના સરપંચે અનેક રજુઆત કર્યા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. તેવી હૈયા વરાળ ઠાલવી છે.સોળ સુંબા ગામના સરપંચે આ અંગે જણાવ્યું હતું કે, સોળસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. તેને સંલગ્ન ગટરનું કામ બ્રિજ ના ઠેકેદારે કર્યું ના હોય બ્રિજ નીચેનો વિસ્તાર નર્ક માં ફેરવાયો છે. સામાન્ય વરસાદમાં પણ અહીં પાણી ભરાતા હાલ કિચ્ચડમાંથી ગામલોકોએ પસાર થવું પડે છે.બ્રિજ નીચે સર્વિસ રોડ બનાવવા જમીન સંપાદન કરવામાં આવી છે. જમીન માલિકોને વળતર ચૂકવ્યું છે. તે તમામ જમીન પણ હજુ સુધી ખાલી કરવામાં આવી નથી તેથી સર્વિસ રોડની સુવિધા મળી નથી. ગામ લોકોને આવાગમનમાં ભારે મુશ્કેલી બેઠવી પડી રહી છે. સોળસુંબા ગામના સરપંચ તરીકે પોતે આ સમસ્યા માટે જાહેરમાં આવ્યાં છે. સરપંચે જે તે વિભાગને અનેક રજુઆત કરી છે. પરંતુ તેનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. દરેક વિભાગના અધિકારીઓ એકબીજા પર ખો આપી રહ્યા છે. હાલ આ સમસ્યાના નિરાકરણ માટે પંચાયત પોતાના ખર્ચે ગટર બનાવી ગામલોકોને આ મુશ્કેલીમાંથી રાહત અપાવવાના પ્રયાસો કરી રહી છે. તેમજ આ મામલે જે તે વિભાગ અને સ્થાનિક ધારાસભ્ય ઘટતું કરે તેવી માંગ કરી છે.