Sunday, December 22News That Matters

વિરાટ હિન્દુ ધર્મ સંમેલન અને દિક્ષાંત સમારોહમાં સંતો, રાજકીય આગેવાનો “રાષ્ટ્રીય હિન્દુ બોર્ડ” જેવી સંસ્થાની રચના કરવા મનોમંથન કરે!

અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના વલસાડ, વાપી, ડાંગ દ્વારા આગામી તારીખ 17મી એપ્રિલ રવિવારના વાપી ખાતે વિરાટ હિન્દુ ધર્મ સંમેલન તથા દિક્ષાંત સમારોહનું આયોજન કરવામા આવ્યું છે. આ સંમેલનમાં અખિલ ભારતીય સંત સમિતિ અધ્યક્ષ નૌતમસ્વામીજી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત રાજ્યભરના સંતો, મહંતો અને આગેવાનો સહિત હજારોની સંખ્યામાં હિન્દુ ભાઈ-બહેનો ઉપસ્થિત રહેશે. ત્યારે આ સંમેલનમાં અન્ય મહત્વના મુદ્દાઓ સાથે હિન્દૂ સમાજને મદદરૂપ થઇ શકે તેવી વિશેષ “રાષ્ટ્રીય હિન્દુ બોર્ડ” જેવી સંસ્થાની રચના કરવા મનોમંથન કરે તેવા સૂચનો સમાજના બુદ્ધિજીવીઓના છે.

વાપીના ચલા અજીત નગર ખાતે રવિવારે સાંજે 5 કલાકે આયોજીત આ સંમેલનમાં અધ્યક્ષ અને સલવાવના સંત કપિલ સ્વામી, માધવસ્વામી, ગોપાલસ્વામી મહંત અમરગીરી બાપુ તથા મહંત સેક્રેટરી અખંડાનંદ સરસ્વતી મહારાજ સહિત 100 જેટલા સંતો, સ્થાનિક રાજકીય આગેવાનો સહિત 15 હજાર આસપાસ સમાજના લોકો ઉપસ્થિત રહેશે.
આ સંમેલનના ઉદેશે અંગે મળતી વિગતો મુજબ હિન્દુ ધર્મને સંગઠિત કરવા, ધર્મની રક્ષા કાજે, ગૌ રક્ષા અને સનાતન ધર્મની સંસ્કૃતિ અને પરંપરા જળવાય રહે અને તેનું સવર્ધન તથા જતન થાય, દેશભરમાં અપૂજય મંદિર જે સરકાર હસ્તક છે. તેને મુક્ત કરવાની માંગ કરી તેમાં પૂજારીની વ્યવસ્થા કરી પૂજ્ય કરવા, ખંડિત, જર્જરિત મંદિરોને નવનિર્માણ માટે હસ્તક કરવા, સંત પરંપરામાં ગાદીવારસને લઈને ઉભા થતા વિવાદમાં ગુરુ શિષ્યની પરંપરા મુજબ નિયમોને આધીન વારસદાર નિમવા, જે રીતે મદરેસા, ચર્ચમાં સેવા કરનારને સરકાર માનંદ વેતન આપે છે તે મુજબ મંદિરના પૂજારીઓને માનદ વેતન આપવા જેવી વિવિધ માંગો ને આગામી દિવસોમાં સરકાર સમક્ષ રજુ કરવામાં આવે તે માટે આ સભામાં નિર્ણયો લેવામાં આવશે.
સાથે જ વિરાટ ધર્મ સંમેલનમાં 700થી વધુ યુવાનોને દિક્ષાન્ત સમારોહ અંતર્ગત ધર્મની રક્ષા કાજે થનારા સંમેલનો, ધાર્મિક પ્રચાર નો પ્રસાર પ્રચાર કરે તે માટે હિન્દૂ સેના તૈયાર કરી તેવા યુવાનોને દીક્ષા અપાવવામાં આવશે. જો કે આ તમામ મુદ્દાઓ સાથે એક મહત્વનો મુદ્દો સોશ્યલ મીડિયામાં અવારનવાર ઉઠ્યો છે જે સૂચન મુજબ આધુનિક સોશિયલ મીડિયાના યુગમાં, જ્યારે પણ કોઈ હિંદુ સનાતની, હિંદુત્વ માટે લડતી વખતે મુશ્કેલીમાં આવે, કાનૂની મુશ્કેલીમાં પડે અથવા અનીતિનો ભોગ બને, ત્યારે તેણે મદદ માટે કોને બોલાવવાના? શું એવી કોઈ સંસ્થા કે કોઈ હેલ્પલાઈન છે કે જેના પર તે પોતાની સુરક્ષા માટે અપીલ કરી શકે છે? જો તે અથવા તેનો પરિવાર કોઈ ભયંકર પરિસ્થિતિમાં ફસાઈ જાય તો કોણ મદદ કરશે?
આ માટે દરેક સમાજના આગેવાનોએ એક મંચ પર “રાષ્ટ્રીય હિન્દુ બોર્ડ” જેવી સંસ્થાની રચના કરવી જોઈએ, જે તમામ સનાતનીઓ માટે ઢાલ તરીકે કામ કરી શકે, જે તેમને જેહાદીઓ, વહીવટીતંત્ર અને અન્ય બાહ્ય તત્વો સામે લડવાની ક્ષમતા આપે?  શું આવી સંસ્થાને શક્તિ અને સમર્થન આપવા આ મહા સંમેલનમાં મનોમંથન ના થઇ શકે?
આ કામ સંપૂર્ણપણે શક્ય છે, પરંતુ સમસ્યા એ છે કે કેટલાક બૌદ્ધિકો કે જેઓ પોતાને પુખ્ત અને જ્ઞાની માનવા લાગે છે, તેઓ અલગ-અલગ રાજકીય વિચારધારાઓ સાથે સંકળાયેલા છે, અને પરિણામે તેઓ આ બાબત વિશે પોતે જ વિચારતા નથી. અને ન તો તેમની પાસે બીજાના વિચારો સાંભળવાની ક્ષમતા હોય છે, તેમને લાગે છે કે જો તેઓ આ રીતે બીજાના વિચારો સાંભળવા અને માનવા માંડશે તો તેમની સ્થિતિ શું થશે.
ખરેખર જોઈએ તો વિચારવાનો સમય પાકી ગયો છે અને તે સૌએ સાથે મળીને કરવુ જોઈએ “રાષ્ટ્રીય હિંદુ બોર્ડ” રચના કરી, જેના સભ્યોને દર બે વર્ષ માટે દરેક સામાન્ય હિંદુ કે જેની ઉંમર અઢાર વર્ષથી ઉપર છે તેણે પોતાનો મત આપીને ચૂંટવા જોઈએ! આ બોર્ડની રચના માટે, વડા પ્રધાન દ્વારા કોઈ વટહુકમ લાવવાની જરૂર નથી કે નથી સંસદના કોઈપણ ગૃહમાં કોઈ ખરડો પસાર કરવાની જરૂર પરંતુ વડાપ્રધાન તેને તેમના સત્તાવાર ગેઝેટમાં છાપશે. એટલે કામ પૂર્ણ થઇ ગયું!  પરંતુ વડાપ્રધાન તે ત્યારે જ કરશે જ્યારે દેશના લગભગ ચાલીસ કરોડ હિંદુઓ તેમના પત્ર દ્વારા તેમને આવું કરવા મજબૂર કરશે…! એકવાર આનો અમલ થઈ જાય, પછી દેશના તમામ મુખ્ય મંદિરો પરનું સરકારનું નિયંત્રણ અને લાખો-કરોડો રૂપિયાનું દાન હિંદુ-બોર્ડ ના હાથમાં આવી જશે, જે તેઓ પોતાના લોકોના કલ્યાણ માટે ખર્ચ કરી શકશે, જેનો ઉપયોગ અત્યાર સુધી અન્ય સમુદાયોને સબસિડી આપવા અને તેમના પગાર પર ખર્ચ કરવા માટે થતો આવ્યો છે!
આનાથી સમગ્ર હિંદુ સમાજ એક સૂત્રમાં બંધાઈ જશે અને અન્ય સમુદાયોની જેમ જાતિ પ્રથાને ભૂલીને માત્ર હિંદુ કહેવાનું જ પસંદ કરશે! હિંદુ એક મજબૂત વોટબેંક હશે, તેણે પોતાના હિત માટે કોઈ રાજકીય પક્ષ પર આધાર રાખવો પડશે નહીં, તેના બદલે તમામ રાજકીય પક્ષો હિંદુઓની કૃપાદૃષ્ટિ મેળવવા માટે પ્રયત્નો કરતા જોવા મળશે. ઉપરોક્ત સૂચનને ફળદાયી બનાવવા માટે શું કરવું પડશે? શું કરવાની જરૂર છે તેના પર આ વિરાટ હિન્દૂ ધર્મ મહાસંમેલનમાં તમામ સંતો, મહંતો, રાજકીય આગેવાનો મનોમંથન કરે તે જરૂરી છે.
 ઉલ્લેખનીય છે કે, અન્ય ધર્મોમાં જેમ કે “ખ્રિસ્તી મિશનરીઓ/વક્ફ બોર્ડ અથવા ગુરુદ્વારા સમિતિઓ” તેમના લોકો માટે સંગઠિત રીતે આગળ આવે છે અને ઉપચારાત્મક અને અસરકારક પગલાં માટે વહીવટી તંત્રને દબાણમાં લાવવા આવી ચળવળ શરૂ કરે છે! “ગુરુદ્વારા કમિટી” સમગ્ર ભારતમાં તમામ શીખ બાબતોનું સંચાલન કરે છે! આ કમિટીના સભ્યોને શીખ સમુદાય દ્વારા જ મતદાન થકી ચૂંટવામાં આવે છે, “મુસ્લિમ વક્ફ બોર્ડ” તેમના સમુદાય માટે લડે છે. તેમને સમર્થન આપે છે. ખ્રિસ્તી સમાજના લોકો/પાદરીઓ માટે ખ્રિસ્તી મિશનરી તેમને બચાવે છે.  ત્યારે હિન્દૂ સમાજના પીડિત શોષિત લોકો માટે પણ આવું હિન્દૂ બોર્ડ તેને સલામતીનો એહસાસ કરાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *