વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 508 રેલવે સ્ટેશનને જે તે શહેરની ઓળખ અને સંસ્કૃતિની ઝલક સાથે નવા બનાવવા માટે e શિલાન્યાસ કર્યો છે. ત્યારે તેમાં પારસીઓનું મહત્વનું તીર્થસ્થાન મનાતા સંજાણ ગામના રેલવે સ્ટેશનને પણ પારસીઓની ઐતિહાસિક ધરોહર જેવું બનાવવાવ સાથે સંજાણ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થતા પારસી સમાજે તેને વધાવી ખુશી વ્યક્ત કરી હતી.
વલસાડ જિલ્લાનું સંજાણ ગામ પારસીઓ માટે તેમની ઐતિહાસિક સંસ્કૃતિનું સ્થળ છે. જેના રેલવે સ્ટેશનને આગામી દિવસોમાં 18 કરોડના ખર્ચે નવું બનાવવામાં આવશે. ત્યારે, આગામી દિવસોમાં સંજાણ ડે સિવાયના દિવસોમાં પણ વધુ પારસીઓ કીર્તિ સ્તંભ ની મુલાકાતે આવી શકશે તેવી લાગણી પારસી સમાજે વ્યક્તિ કરી હતી.
વલસાડ જિલ્લાનું સંજાણ ગામ પારસીઓ માટે તેમની ઐતિહાસિક સંસ્કૃતિનું સ્થળ છે. જેના રેલવે સ્ટેશનને આગામી દિવસોમાં 18 કરોડના ખર્ચે નવું બનાવવામાં આવશે. ત્યારે આ શુભ પ્રસંગે ઉપસ્થિત પારસી સંજાણ મેમોરિયલ કમિટીના સભ્ય પરિચેહર ડબિયાર વાલાએ જણાવ્યું હતું કે, થોડા મહિના પહેલા માઇનોરીટી સેલના મુખબીર ભાટીયાએ સંજાણની મુલાકાત લીધી હતી તે સમયે સંજાણ ગામની સાથે પારસી સમાજના સ્થાપત્યો, સંજાણ કીર્તિ સ્થંભ, સંજાણ ગામને જોડતા આસપાસના રસ્તાઓને અને સંજાણ રેલવે સ્ટેશન ને પુનઃનિર્માણ કરશે તેવું જણાવ્યું હતું. જેમાં પણ સંજાણ રેલવે સ્ટેશનને પારસી હેરિટેજ હિસ્ટોરિકલ લુકમાં કે જેમાં પારસી કલ્ચરની ઝલક જોવા મળે તે પ્રકારે ડેવલોપ કરવાનો નિર્ધાર સેવ્યો હતો. જે બાદ આજે તે શુભ પ્રસંગ આવ્યો છે.
સંજાણ સ્ટેશનની કાયાપલટ થવાની જાહેરાતથી આ દિવસ સંજાણ ગામ માટે સોનેરી અવસર સાબિત થયો છે. પારસી સમાજ માટે બે સ્થળો ખૂબ જ મહત્વના છે. જેમાં ઉદવાડા ફાયર ટેમ્પલ અને રિલિજિયસ પ્લેસ માટે જાણીતું છે. તો સંજાણ ગામ પારસી કલ્ચર પ્લેસ તરીકે જાણીતું છે. સંજાણ રેલવે સ્ટેશનને પારસી હેરિટેજ લુકમા ડેવલોપ કરવામાં આવે તેનાથી પારસીઓમાં ખૂબ જ ઉત્સાહની લાગણી છે.
પારસી સમાજ માટે સંજાણ ડેની ઉજવણીમાં અને એ સિવાયના દિવસોમાં પણ સંજાણ ની મુલાકાતે આવવાનું શક્ય બનશે. પ્રવાસન સ્થળ તરીકે સંજાણ નવું ડેસ્ટિનેશન બનશે. મોટેભાગે સંજાણ ડેના દિવસે જ વિશ્વભરના પારસીઓ અહીં આવે છે. સજાણ ડેના દિવસે રેલવે વિભાગ દ્વારા ગુજરાત એક્સપ્રેસ ટ્રેન અને ફ્લાયિંગ રાણીને સ્પેશિયલ હોલ્ટ આપે છે. બાકીના દિવસોમાં એ સુવિધા મળતી નથી.
વર્ષો પહેલા ઈરાનથી ભારત આવેલા પારસીઓ સંજાણ બંદરે ઉતર્યા હતા. અને અહીં સ્થાયી થયા હતા. જો કે તે બાદ રોજગાર ધંધા અર્થે દેશના વિવિધ રાજ્યોમાં સ્થળાંતર કર્યું હતું. હાલમાં પણ સંજાણ ખાતે પારસીઓના 50 થી 60 ઘર છે. સંજાણમાં બે પારસી કોલોની આવેલી છે. ગુજરાતમાં અન્ય જિલ્લાઓમાં વસતા પારસીઓ તેમજ દેશ અને વિશ્વભરમાં વસતા પારસીઓમાંથી સંજાણ ડેના દિવસે લગભગ 1000 થી 1500 લોકો ખાસ ઉપસ્થિત રહે છે.
સંજાણ રેલવે સ્ટેશનને ડેવલોપ કરવા અંગે સંજાણ ખાતે ખાસ ઉપસ્થિત રહેલા મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ રેલવેના DRM નીરજ વર્માએ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે માટે આ દિવસ ખુશી નો દિવસ છે. રેલવે સ્ટેશન એ દરેક શહેરનું મહત્વનું કેન્દ્ર હોય છે. જે શહેરના ઇસ્ટ-વેસ્ટ વિસ્તારને જોડે છે. જેના વિકાસની દિશામાં સરકારે મહત્વનો પગલું ભર્યું છે. જેમાં આગામી દિવસો પુનઃવિકાસ થનાર રેલવે સ્ટેશન શહેરની ધરોહરની પ્રતીતિ કરાવશે. તેમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. સંજાણ પારસીઓ માટે મહત્વનું તીર્થ સ્થાન હોય, અહીં બનનાર નવા સ્ટેશનના મકાનને પારસી હેરિટેજ લુક મુજબ નિર્મિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અંદાજિત 18 કરોડના ખર્ચે સંજાણ ખાતે બનનારા નવા રેલવે સ્ટેશનની મુખ્ય ઇમારત સાથે તેના આસપાસના એરિયામાં વધારો કરવામાં આવશે. પાર્કિંગ એરિયાને વિકસાવવામાં આવશે. ફૂટ ઓવરબ્રીજ બનાવવામાં આવશે. લીફ્ટની સુવિધા ઉભી કરવામાં આવશે. ટોયલેટની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેને લઈને આ કાર્યક્રમમાં અન્ય સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો સાથે ખાસ ઉપસ્થિત રહેલા પારસી સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સંજાણ ડે સિવાયના દિવસોમાં પણ વધુ પારસીઓ કીર્તિ સ્તંભ ની મુલાકાતે આવી શકશે.
Least facility one could expect is to have escalator for all particularly the aged to reach the other side of platform 1.