Friday, October 18News That Matters

વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર દાવેદારી ની પ્રક્રિયા સંપન્ન, 66 જેટલા દાવેદારોએ નોંધાવી દાવેદારી

ગુજરાતની વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થાય તે પહેલાં ભાજપે તમામ 182 બેઠકો પર દાવેદારોના સેન્સ લેવાની પ્રક્રિયા આરંભી હતી. 2 દિવસની આ પ્રક્રિયા દરમ્યાન વલસાડ જિલ્લાની 5 બેઠકો પર અંદાજિત 66 જેટલા દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવતા તમામનો સેન્સ લઈ શુક્રવારે મોડી સાંજે સેન્સ પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર 66 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જેમાં વલસાડ બેઠક ઉપર સૌથી વધુ 24, તો, ઉમરગામમાં 18 દાવેદારોએ દાવેદારી નોંધાવી વલસાડના રાજકારણમાં ચૂંટણી પહેલા જ ખળભળાટ મચાવી દીધો છે. નવાઈની વાત તો એ છે કે દાવેદારી નોંધાવનારા મોટાભાગના દાવેદારો એવા છે કે જે વલસાડ જિલ્લા ભાજપમાં કોઈ ને કોઈ ને સારા હોદ્દા પર બિરાજમાન છે. તેમ છતાં તેઓને ધારાસભ્ય બનવાના અભરખા છે.
રાજ્યની વિધાનસભા સામાન્ય ચૂંટણી પહેલા વલસાડ જિલ્લાની કુલ 5 વિધાનસભા બેઠકોમાંથી 3 વિધાનસભા બેઠક કપરાડા, પારડી અને ઉમરગામ બેઠક પર ગુરુવારે દાવેદારોએ તેમની દાવેદારી માટે નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી સેન્સ આપ્યા હતાં. શુક્રવારે વલસાડ અને ધરમપુર બેઠક માટે ભાજપના નીરિક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા. વલસાડના શ્રીજી પાર્ટી પ્લોટમાં દાવેદારો તેમના સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા.
વલસાડ બેઠક માટે વર્તમાન ધારાસભ્ય ભરત પટેલ 2 ટર્મથી ધારાસભ્ય છે. અને ત્રીજી વખતે દાવેદારી કરી હતી. વર્તમાન ધારાસભ્યએ પોતાના કામ અને સ્વચ્છ છબીને ધ્યાનમાં લઈ પાર્ટી ત્રીજી વખત પણ તેમને ટિકિટ આપશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભરત પટેલની સાથે વલસાડ બેઠક પર અંદાજિત 24 જેટલા દાવેદારોએ ટિકિટની માંગણી માટે સેન્સ આપ્યા છે.
વલસાડ બેઠક પર આંકડો 24 દાવેદારો આસપાસ…..
વલસાડ બેઠક પર સેન્સ આપવા આવેલા દાવેદારો માં વલસાડ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સોનલ સોલંકી, ક્રેડાઈના સેક્રેટરી અને ભાજપના કોષાધ્યક્ષ રાજેશ ભાનુશાલી, વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ આનંદ પટેલ, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પ્રવિણા પટેલ જેવા હોદ્દેદારો-પદાધિકારીઓનો સમાવેશ થાય છે. જે આંકડો 24 દાવેદારો આસપાસ છે. જેઓના નામ આ પ્રમાણે છે…..
1, ભરત પટેલ 2, સોનલબેન સોલંકી 3, રાજેશ ભાનુશાલી 4, આનંદ પટેલ 5, જીગીશાબેન પટેલ 6, એડવોકેટ પ્રવીણ ડી પટેલ 7, ગીરીશ ટંડેલ 8, આસિત દેસાઈ 9, દિવ્યેશ પાંડે 10, જીતેશ પટેલ 11, પ્રવિણાબેન પટેલ 12, ઉર્જેશ પટેલ 13, દીપક રાણા 14, ર્ડો અસિત નાયક 15, ભારતી પટેલ 16, કમલેશ ગજાનન, 17, લલિત ગુગલીયા, 18, દર્શનાબેન પટેલ 19, હેતલ દેસાઈ 20, નિલેશ ભંડારી 21, હિતેશ દેસાઈ 22, ડો. મહેશ આચાર્ય 23, અમરત ટંડેલ 24, પ્રતીક્ષા ધર્મેશ પટેલ જૂજવા
તો, વલસાડ બેઠકની જેમ ધરમપુર બેઠક માટે પણ ભાજપના નામચીન કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવવા સાથે સેન્સ આપ્યા હતા. ધરમપુર વિધાનસભા બેઠક માટે વર્તમાન ધારાસભ્ય 1, અરવિંદ ભાઈ પટેલ 2, મહેન્દ્ર ચૌધરી, 3, ગણેશ બિરારી 4, હેમંત પટેલ 5, નરેશ પટેલ 6, વિજય પાનેરીયા 7, હેમંતભાઇ પટેલ 8, ધનસુખ પટેલ, 9, નરેન્દ્ર સી પટેલ ધનોરી 10, ધનેશ ચૌધરી, વિકાસ જાધવ 12, નવીન પટેલના નામોનો સમાવેશ થાય છે.
આમ વલસાડ જિલ્લાની તમામ પાંચ વિધાનસભા બેઠકો પર જોઈએ તો વલસાડ બેઠક પર 24, ધરમપુર બેઠક પર 12, કપરાડા બેઠક પર 4, પારડી બેઠક પર 13 અને ઉમરગામ બેઠક પર 18 મળી કુલ 66 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવતા જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે. જે ચુંટણી સમયે આંતરિક ડખ્ખામાં પરિણમે તે પહેલાં ભાજપના મોવડીઓ કોને ટીકીટ આપશે? કોની નારાજગી દૂર કરવા કેવા પ્રયાસો કરશે? તેના પર સૌ કોઈની મીટ મંડાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *