Friday, January 31News That Matters

વાપીના ટ્રાન્સપોર્ટર પાસે 10 લાખ રૂપિયા અથવા ટ્રક ની માંગણી કરી દમણનો ઇસમ સાગરીતો સાથે મારવા આવ્યો, વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ

વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવતા બલિઠાના ટ્રાન્સપોર્ટરે દમણના 5 જેટલા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ દમણના એક ઇસમે ટ્રાન્સપોર્ટરને ફોન કરી 10 લાખ રૂપિયાની અથવા તો, ધંધા માટે વાહન આપવાની માંગ કરી હતી. જે અંગે ટ્રાન્સપોર્ટરે મનાઈ કરતા રાત્રીના સમયે ટ્રાન્સપોર્ટરને માર મારવા પોતાના સાગરીતો સાથે ધસી આવ્યો હતો. જો કે, ટ્રાન્સપોર્ટરે ઘરનો દરવાજો નહિ ખોલતા તમામ ઈસમો પરત જતા રહ્યા હતાં. સમગ્ર ઘટના સોસાયટીના CCTV માં કેદ થઈ હોય તે આધારે ટ્રાન્સપોર્ટરની ફરિયાદ બાદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.

ઘટના અંગે મળતી વિગતો મુજબ ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલ દિપક લાલજી સિંગ માધવ રેસીડન્સી બિ-વિંગ ફલેટ નં.308, બલીઠામાં રહે છે. અને બલિઠા માં જ હાઇવે પર ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવે છે. જેમની પાસે દમણમાં ખારીવાડ માં રહેતા રનીત મહેન્દ પટેલે વેંચેલા ફ્લેટ પેટે 10 લાખ રૂપિયા અથવા ધંધા માટે વાહનની માંગણી કરી હતી. જે માંગણી સામે ટ્રાન્સપોર્ટર દિપક સિંગ ઝુક્યો નહિ એટલે 24મી ફેબ્રુઆરીએ રાત્રે રનીત પોતાના અન્ય 4 સાગરીતો સાથે તેના ફ્લેટ પર ધસી આવ્યો હતો. તમામ ઈસમો લાકડા, પાઇપ, છરા જેવા હથિયારો સાથે મોંઘીદાટ કારમાં આવ્યાં હતાં. સોસાયટીમાં CCTV લાગેલા હોય તમામે મોઢે રૂમાલ બાંધી ટ્રાન્સપોર્ટરના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો.

જો કે, ટ્રાન્સપોર્ટરે CCTV આધારે તેઓને ઓળખી જતા અને તેઓ તેને મારવાના ઇરાદે આવ્યા હોવાનું જાણી દરવાજો ખોલ્યો નહિ એટલે તમામ ઈસમો પરત જતા રહ્યા હતાં. આ ઘટના ફરી બને તો ટ્રાન્સપોર્ટર દિપક સિંગની જાન ને ખતરો હોવાનું ધારી તેમણે વાપી ટાઉન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં રનીત મહેન્દ્ર પટેલ ઉપરાંત ભદ્રેશ રમેશભાઈ પટેલ, અભીમન્યુ તથા બીજા બે ઇસમો મળી કુલ 5 ઈસમો ઉલ્લેખ કર્યો છે. જે આધારે ટાઉન પોલીસ મથકના PI રાઠોડ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

ફરિયાદી, દિપક સિંગ…….

ઘટનામાં વધુ મળતી વિગતો મુજબ ફરિયાદી દિપક સિંગ શ્રી કિષ્ના ટ્રાન્સપોર્ટ નામથી ટ્રાન્સપોર્ટ ચલાવે છે. રનીત મહેન્દ પટેલ ટ્રાન્સપોર્ટની ગાડીઓ તેના ધંધાના કામ અર્થે તેની પાસેથી લઇ જતો હતો. તેમજ દીપકે તેની પાસેથી દમણ ખાતે ફ્લેટ ખરીદ્યો હતો. દીપકના જણાવ્યા મુજબ ફ્લેટના તમામ પૈસા પણ તેણે ચૂકવી દીધા છે. જે અરસામાં 23મી ફેબ્રુઆરીએ તેમના મોબાઈલ પર રનીત મહેન્દ્ર પટેલે વોટ્સએપ કોલ કરી દસ લાખ રૂપિયા અથવા તો ટ્રાન્સપોર્ટની ગાડી ધંધા માટે માણસના નામ ઉપર લખાણ કરી દે તેવી ધમકી આપી હતી.

જેને નહિ ગણકારતા 24મી ફેબ્રુઆરીએ રાત્રે રનીત પોતાના સાગરીતો સાથે દીપકના ફલેટ ઉપર આવ્યો હતો.
ફ્લેટના દરવાજા બહાર નિકળ તને આજે જાનથી મારી નાખવો છે તેમ કહી ગાળો આપી હતી. જોર જોરથી બુમો પાડતા આ ઈસમો પૈકીના ભદ્દેશ રમેશ પટેલના હાથમાં લાકડાનો બેઝ બોલ હતો અને અભીમન્યુ ના હાથમાં લાબુ લાકડુ હતુ અને બીજા બે માણસોના હાથમાં પણ હથીયાર હતાં.

આરોપીઓએ બ્લેક ગાડી નં. MH-02-CI-5555 તથા એક સફેદ કલરની અન્ય કારમાં આવ્યા હતાં. અને તેમાં જ પરત જતા રહ્યા હતાં. હાલ આ ચકચાર જગાવતી ઘટના અંગે તમામ તહોમતદાર સામે કાયદાકીય ફરિયાદ બાદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *