Friday, October 18News That Matters

Via કોવિડ સેન્ટરને NGO એ આપ્યું Bi-PAP મશીન, સેન્ટરમાં હાલ માત્ર 3 જ દર્દીઓ સારવાર હેઠળ

વાપી :- વાપીમાં VIA સંચાલિત કોવિડ કેરમાં કોરોનાના દર્દીઓને સારવારમાં ઉપયોગી થાય એ માટે વાપીના THE ELITES નામની NGO દ્વારા VIA ના પ્રમુખ પ્રકાશ ભદ્રા અને VIA ESIC COVID CARE CENTER ના નોડલ ઓફિસર ડૉ.એચ.પી.સિંઘને VIA ESIC COVID CARE CENTER માટે એક Bi PAP મશીન ડોનેટ કરવામાં આવ્યું, 

 

વાપીમાં આવેલ ઔદ્યોગિક ક્ષેત્રમાં હાલમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. VIA ESIC COVID CARE CENTER માં ઘણા બધા દર્દીઓનો સફળતા પૂર્વક ઈલાજ કરી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યારે ફક્ત 3 જ દર્દીઓ VIA ESIC COVID CARE CENTER માં દાખલ છે, જેને પણ હાલમાં ઓક્સિજન સપોર્ટની જરૂર નથી પડતી. તેમ છતાં હાલની પરિસ્થિતિ અને આવનાર દિવસની કામગીરીની ચર્ચા કરવા માટે એક રીવ્યુ મિટિંગ નું આયોજન VIA હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

આ મિટિંગમાં VIA ના પ્રમુખ પ્રકાશ ભદ્રાએ VIA ESIC COVID CARE CENTER ઉભું કરવા માટે વલસાડ જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ તથા પારડી ના ધારાસભ્ય કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત VIA ESIC COVID CARE CENTER ના નોડલ ઓફિસર ડૉ.એચ.પી.સિંઘ અને VIA ESIC COVID CARE CENTER ના ઇન્ચાર્જ ડૉ.જીજ્ઞેશ પ્રજાપતિના કાર્ય માટે સરાહના કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર.પાટિલે આ VIA ESIC COVID CARE CENTER ની મુલાકાત દરમ્યાન તેની ખુબજ પ્રશંસા કરી હતી. આ વિષયમાં ચર્ચા વિચારણા પછી ડૉ. એચ. પી. સિંઘના સલાહ સૂચન અનુસાર VIA ESIC COVID CARE CENTER નું કામકાજ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, તથા નોડલ ઓફિસરના નિર્દેશ અનુસાર COVID ના આવનાર સંભવિત ત્રીજા વેવ દરમ્યાન દર્દીઓને જરૂરત મુજબની બધી સુવિધા મળે તેની તૈયારી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. VIA ની સંપૂર્ણ ટીમે તેમાં પૂરો સાથ સહકાર આપવા સંમતિ આપી છે.  જેમાં Bi PAP મશીન, વેન્ટિલેટર જેવી સુવિધા પણ આવનાર દિવસોમાં ઉભી કરવાની ઈચ્છા જાહેર કરી હતી.

આ મિટિંગ દરમ્યાન વાપીના THE ELITES નામની NGO દ્વારા VIA ના પ્રમુખ પ્રકાશ ભદ્રા અને VIA ESIC COVID CARE CENTER ના નોડલ ઓફિસર ડૉ. એચ. પી. સિંઘને VIA ESIC COVID CARE CENTER માટે એક Bi PAP મશીન ડોનેટ કરવામાં આવ્યું હતું. જે માટે હાજર તમામ સભ્યો દ્વારા THE ELITES ના ગિરીશ ખુંપચંદની અને સુનિલ ચૌહાણ તથા THE ELITES ના તમામ સભ્યોનો આભાર માન્યો હતો.

બેઠકમાં VIA ESIC COVID CARE CENTER ના નોડલ ઓફિસર ડૉ.એચ.પી.સિંઘ, VIA ESIC COVID CARE CENTER ના ઇન્ચાર્જ ડૉ.જીજ્ઞેશ પ્રજાપતિ, VIA ના પ્રમુખ પ્રકાશ ભદ્રા, માનદ મંત્રી સતિષ પટેલ, ખજાનચી હેમાંગ નાયક, સહ માનદ મંત્રી કલ્પેશ વોરા, VIA ના એડવાઈઝરી બોર્ડ મેમ્બર રજનીશ આનંદ,  VIA ના એક્સીક્યુટીવ કમિટી મેમ્બર્સ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *