માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે. ત્યાં ત્યાં નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના સાથે રાસ ગરબાની રમઝટ બોલી હતી. 26મી સપ્ટેમ્બરથી શરૂ થયેલું નવરાત્રી પર્વ 4 ઓક્ટોબરે નોમ ના પૂર્ણ થયુ હતું. ત્યારે આ યાદગાર ક્ષણોને કાયમી સંભારણા માટે ખેલૈયાઓએ છેલ્લા દિવસે સેલ્ફી લઈ મોબાઈલમાં કેદ કરી હતી.
વાપી એ આમ તો બિનગુજરાતીઓને કારણે પંચરંગી શહેર છે. એટલે અહીં દરેક સોસાયટીમાં રહેતા બિન ગુજરાતીઓ પણ ગુજરાતીઓ સાથે કેડીયા, ચણિયા ચોળી, રંગબેરંગી સાફા, ધોતિયામાં સજ્જ થઈ નવરાત્રીમાં ગરબે રમે છે. નવરાત્રીના નવ દિવસ તમામ વયના લોકો માટે ઉત્સાહ અને આનંદના દિવસો બને છે. ત્યારે, 26મી સપ્ટેમ્બરે પ્રથમ નોરતાથી શરૂ થયેલ નવરાત્રી પર્વ 4 ઓક્ટોબરે નવમાં નોરતા સાથે પૂર્ણ થયું હતું. આ નવ દિવસને કાયમી સંભારણા રૂપે ખેલૈયાઓએ પોતપોતાના મોબાઈલમાં સેલ્ફી પોઝ ક્લીક કર્યા હતાં.

મોટે ભાગે અંતિમ નોરતે યુવતીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગ્રુપ સેલ્ફી લીધી હતી. તો, અનેક દંપતિઓએ આ યાદગાર ક્ષણને મોબાઈલ કેમેરાથી ક્લિક કરાવી હતી. કેટલાક પરિવારોએ પોતાના બાળકોને ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ કરી ફોટા પડાવ્યા હતા. યુવતીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં અવનવા પોઝની સેલ્ફી લીધી હતી. આયોજકોએ નવે નવ દિવસ નવરાત્રીમાં ધૂમ મચાવનાર ખેલૈયાઓ સાથે સેલ્ફી લીધી હતી. ટૂંકમાં આ વર્ષે નવરાત્રી પર્વ માતાજીની આરાધના ના પર્વ સાથે શરૂ થયું હતું. અને છેલ્લા દિવસે ટ્રેડિશનલ ડ્રેસમાં અવનવા પોઝની સેલ્ફી સાથે સમાપન થયું હતું. જે આવતા વર્ષ પૂરતું જ નહીં પરંતુ વર્ષો વર્ષનું સંભારણું બનશે.


ઉલ્લેખનીય છે કે, અશ્વિની નવરાત્રી એટલે ગુજરાતીઓ જ નહીં પરંતુ ભારતના તમામ રાજ્યના લોકો માટે નૃત્ય મહોત્સવના દિવસો. 2 વર્ષ કરોના કાળમાં વીત્યા બાદ આ વર્ષે ગુજરાતભરમાં શેરીઓ, સોસાયટીઓ, પાર્ટી પ્લોટમાં ગરબાની રમઝટ બોલી હતી. વાપીમાં પણ તમામ સોસાયટીઓમાં, શેરીઓમાં ખેલૈયાઓએ ગરબે રમી 2 વર્ષની કસર પુરી કરી હતી.


