Friday, January 31News That Matters

ભારતીય કોસ્ટગાર્ડે મધદરિયે છાતીમાં દુઃખાવો ભોગવતા ચીની નાગરિકને હેલિકોપ્ટરની મદદથી medical evacuation કરી નવજીવન આપ્યું

ઇન્ડિયન કોસ્ટગાર્ડ દમણ દ્વારા ભારતીય સીમામાં જમીની સરહદથી 200 કિલોમીટર દૂર મધદરિયે એક સાહસિક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું છે. મધરાત્રે પડકાર જનક સ્થિતિમાં દમણ કોસ્ટગાર્ડને ચીની જહાજ MV Dong Fang Kan Tan No. 2 નામના રિસર્ચ જહાજમાંથી મદદનો કોલ મળ્યો હતો. આ જહાજમાં કામ કરતા 24 વર્ષીય યુવકને છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ આ મદદ માંગી હતી. જેથી કોસ્ટગાર્ડે ધ્રુવ હેલિકોપ્ટર ની મદદથી દિલધડક રેસ્ક્યુ કરી ચીની નાગરિકને વાપીની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ભરતી કરાવ્યો છે.

ભારતીય સીમાથી 200 કિલોમીટર દૂર મધદરિયે એક ચાઈનીઝ જહાજની મદદ એ ભારતીય કોસ્ટકાર્ડના જવાનો પહોંચ્યા હતા. ચાઈનીઝ જહાજ ના એક કૃ મેબ્બરને અડધી રાત્રે હાર્ટ અટેક આવતા મેડિકલ ઈમરજન્સી ની જરૂર જણાઇ હતી. આથી ચાઈનીઝ જહાજે ભારતીય કોસ્ટ ગાર્ડની મદદ માગી હતી.

આ પડકાર જનક રેસ્ક્યુ ઓપરેશન અંગે દમણ કોસ્ટગાર્ડના કમાન્ડિંગ ઓફિસર S બાજપાઈએ વિગતો આપી હતી કે, ઇન્ડિયન કોસ્ટગાર્ડે ભારતની સભ્યતા વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાર્થક કરતું રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું છે. મધ્યરાત્રીએ આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જેમાં એક પેશન્ટનું medical evacuation કરવામાં આવ્યું છે.

મધદરિયે ભારતીય સીમાથી 200 કિલોમીટર દૂર ચીની જહાજ MV Dong Fang Kan Tan No. 2 નામના રિસર્ચ જહાજમાં 24 વર્ષીય ચાઈનીઝ મૂળના એક કાર્મીકને હાઈ બ્લડ પ્રેશર સાથે કાર્ડિયાક ટ્રીટમેન્ટની જરૂરિયાત ઊભી થઈ હતી. જેથી તેઓએ મુંબઈ કોસ્ટગાર્ડ પાસે મદદ માંગી હતી. જેને ધ્યાનમાં લઈને કોસ્ટગાર્ડ દમણ અને કોસ્ટગાર્ડ પોરબંદરને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવા સૂચના અપાઈ હતી.

આ રેસ્ક્યુ ઓપરેશન માટે 300 કિલોમીટર દૂરથી ધ્રુવ હેલિકોપ્ટર ને દમણ કોસ્ટગાર્ડ ખાતે મોકલ્યું હતું. જેમાં મેડિકલ ટીમને તૈનાત કરી રવાના કર્યું હતું. ભારતીય સીમાંથી 200 કિલોમીટર દૂર પહોંચી આ હેલિકોપ્ટરથી ચાઈનીઝ જહાજમાં પ્રાથમિક સારવારની મદદ માંગતા દર્દીને રેસ્ક્યુ કરાયો હતો. તાત્કાલિક ધોરણે હેલિકોપ્ટરમાં જ તૈનાત મેડિકલ ટીમ દ્વારા દર્દીને પ્રાથમિક સારવાર અપાય હતી.

ચીની દર્દીનું રેસ્ક્યુ કરી હેલિકોપ્ટરને દમણ એરસ્ટેશને લેન્ડિંગ કરાવ્યું હતું. અહીં હાજર વાપીની ખાનગી હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા જરૂરી સારવાર પૂરી પાડી હતી. તેમજ વધુ સારવાર માટે ત્યાંથી વાપીની ખાનગી હોસ્પિટલમાં લાવી ICU વોર્ડમાં ભરતી કરવામાં આવ્યો છે. આ ચાઈનીઝ નાગરિકની સ્થિતિ હાલ નોર્મલ છે.

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઓપરેશનમાં મેડિકલ ટીમને એક મહિલા અધિકારીએ લીડ કરી એક ચાઈનીઝ ક્રુ મેમ્બરનો જીવ બચાવ્યો હતો. ચાઈનીઝ જહાજને ઇમરજન્સીના સમયે મદદ કરી આ દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડતા (Indian coastguard) ભારતીય તટ રક્ષક જવાનોના પરાક્રમને બિરદાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *