વલસાડ :- પતિની ગેરહાજરીમાં પરિણીતાએ પ્રેમીને મળવા બોલાવ્યા બાદ બંનેને એકસાથે જોઈ જનાર મહિલાના પતિએ પોતાની પત્ની અને તેના પ્રેમીને ઘરના ઓટલે થાંભલા સાથે અર્ધનગ્ન અવસ્થામાં બાંધી ઢોર માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ચિવલ-દાદરી ગામની છે.
પારડી તાલુકાના ચીવલ દાદરી ફળિયામાં રહેતી બે સંતાનની માતા અને કાકડકોપર બારી ફળિયામાં રહેતા મુકેશ વચ્ચે આંખ મળી ગઈ હતી, બંન્ને પ્રેમીપંખીડાઓ એ બાદ અવારનવાર એકબીજાને મળી રંગરેલીયા માનવતા હતાં. જે મુજબ રવિવારે મહિલાનો પતિ ઘરે નહોતો તે સમયે મહિલા અને તેનો પ્રેમી એકબીજાને મળવા માટે કપરાડા તાલુકાના બાલચોંઢી ગામ ખાતે પોહચ્યાં હતા, જે અંગેની જાણ મહિલાના પતિ મંગુભાઇને થતાં તેમણે વોચ ગોઠવી બંન્ને પ્રેમીપંખીડાઓને પ્રેમલીલા કરતાં ઝડપી લીધા હતા,
પતિ મંગુભાઈ બંન્ને પ્રેમીપંખીડાઓને જોઈ ગયા બાદ તેમનો ગુસ્સો કાબુમાં રાખી શક્યા નહોતા. ગુસ્સે ભરાયેલા મહિલાના પતિ મંગુભાઈ રમેશભાઈએ બંન્ને પ્રેમીપંખીડાઓને પોતાના ઘરે ચીવલ દાદરી ફળિયા ખાતે લાવી ઘરના ઓટલે થાંભલા સાથે અર્ધનગ્ન હાલતમાં બાંધી ઢોર માર માર્યો હતો, જેની બુમાબુમ સાંભળી ફળિયાના લોકો એકઠા થયા હતાં. જેઓએ સમગ્ર ઘટનાની જાણ પોલીસ મથકમાં કરી હતી.