રવિવારના દમણના જંમપોર બીચ પર દરિયા કિનારે નાહતી કેટલીક યુવતીઓની છેડતી બાબતે પર્યટકો વચ્ચે મારામારી થઈ હતી. નશામાં ધૂત એક પર્યટકે નાહતી યુવતીઓ અને બાળકીઓ ની છેડતી કરતા યુવતીઓ અને બાળકીના પરિવારજનો એ યુવકને ટોકવા જતાં યુવકે પરિવાર પર હુમલો કરતા પરિવારના એક સભ્ય લોહી લુહાણ થઈ ગયા હતા. આથી રોસે ભરાયેલા પરિવાર એ હુમલો કરનાર અને યુવતીઓની છેડતી કરનાર છાકટા યુવક ને દોડાવી દોડાવીને માર્યો હતો.
દમણના જમ્પોર બીચ દરિયા કિનારે આ યુવક અને યુવતીઓના પરિવાર વચ્ચે થયેલી દોડાદોડી અને મારામારી નો બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. દમણ ના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટતા હોય છે. ત્યારે યુવતીઓને બાળકીઓ સહિત અન્ય પરિવારના સભ્યો પણ દરિયામાં નાહતા દેખાય છે. જોકે આવા માહોલનો લાભ લઈ કેટલાક અસામાજિક તત્વો અને વિકૃત લોકો પણ દરિયા કિનારે પહોંચે છે. અને દરિયામાં નાહતી યુવતીઓને બાળકીઓની છેડતી અને ગંદી નજર થી જોતા હોય છે.
અંહી અનેક વખત બબાલ ના બનાવો બને છે. જોકે વિકેન્ડમાં દમણના દરિયે બનેલી આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. જેમાં દારૂના નશામાં યુવકે યુવતી અને બાળકીઓની છેડતી કરતા પરિવાર રોષે ભરાયો હતો. અને દરિયા કિનારે દોડાદોડી અને મારામારીના દ્રશ્ય જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ પણ પહોંચી હતી. હુમલો અને યુવતીઓની છેડતી કરી ફરાર થનારા યુવકની અટકાયત કરી આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.