Saturday, March 15News That Matters

વાપીની 21st સેન્ચ્યુરી હોસ્પિટલમાં બાળકના જન્મ બાદ મહિલાનું મૃત્યુ નિપજતા પરિવારજનોએ પોલીસમાં નોંધ કરાવી તબીબ સામે આક્રોશ ઠાલવ્યો

વાપીની 21st સેન્ચ્યુરી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે હોસ્પિટલમાં સગર્ભા મહિલાનું સિઝર અને ગર્ભાશયનું ઓપરેશન કરી યોગ્ય સારવાર નહિ કરતા મહિલાનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. મહિલાના પરિવારજનોએ આ મામલે વાપી GIDC પોલીસ મથકમાં નોંધ કરાવી હોસ્પિટલના તબીબ સામે આક્રોશ ઠાલવ્યો છે.

ઘટના અંગે GIDC પોલીસમાંથી મળતી વિગતો મુજબ વાપીના ચણોદમાં રહેતી 33 વર્ષીય અર્ચના કિશન મુરારી નામની ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા ઉપડતા 12 ફેબ્રુઆરીએ રાત્રે 21st સેન્ચ્યુરી હોસ્પિટલમાં દાખલ કરી હતી. હોસ્પિટલના તબીબ વૈભવ નાડકર્ણીએ તેનું ચેકઅપ કરી મહિલાનું સિઝર કરી બાળકની ડિલિવરી કરાવી હતી.

મૃતક મહિલાનો ફાઇલ ફોટો……

મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. જો કે, બાળકી અને માતા બન્નેની સ્થિતિ તે બાદ સારી ના હોય બાળકીને પ્રથમ હોસ્પિટલના NICU વોર્ડમાં અને તે બાદ વધુ સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. જ્યારે મહિલાને 21st સેંચ્યુરીના ICU વોર્ડમાં રાખવામાં આવી હતી. જ્યાં તબીબે તેના ગર્ભાશયનું બીજું ઓપરેશન કર્યું હતું. જે બાદ બીજા દિવસે સવારે મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું.

ઘટના અંગે પરિવારજનોએ આક્રોશ ઠાલવ્યો હતો કે, તબીબે પહેલા નોર્મલ ડિલિવરીનું કહ્યા બાદ સિઝર કરવાનું જણાવ્યું હતું. સિઝર કર્યા બાદ માં-દીકરીની કન્ડિશન ક્રિટિકલ હોવાનું જણાવી ICU, NICU માં વેન્ટિલેટર પર રાખ્યા, ગર્ભાશયનું બીજું ઓપરેશન કર્યું અને જ્યારે મહિલા પીડાથી કણસતી હતી ત્યારે તબીબ નર્સના ભરોસે મૂકીને પોતાના કામમાં વ્યસ્ત રહી ફોન પર સૂચના આપતા રહ્યા હતાં. બીલને લઈને પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, મહિલાના ઓપરેશન દરમ્યાન દવાનું બિલ જ અઢી લાખ આવ્યું છે. જ્યારે એ ઉપરાંત હજુ પણ સારવારના બીજા દોઢ લાખની માંગણી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મહિલાનું મૃત્યુ ક્યાં સંજોગોમાં થયું છે તે જાણવા તેમના પરિવારજનોએ તેનું પોસ્ટમોર્ટમ કરવાનો આગ્રહ દાખવી પોલીસ મથકમાં નોંધ કરાવતા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ હોસ્પિટલના તબીબે સેલવાસના એક યુવકનું પણ ઓપરેશન કરી જિંદગી બદતર બનાવી હોવાનું તેમને એક વિડિઓ દ્વારા જાણવા મળ્યું છે. અને આવી બેદરકારી ભરી સારવારની ઘટનાઓ આ પહેલા પણ બની ચુકી હોવાનું ધ્યાને આવ્યું છે. જો કે હાલ આ મામલે હવે કેવી કાર્યવાહી થશે તેના પર મીટ મંડાઇ છે.

8 Comments

  • Electrical Conduit (Metallic) ElitePipe Factory in Iraq proudly presents our top-of-the-line Electrical Conduit (Metallic), crafted to deliver unmatched strength and protection for electrical wiring systems. Our metallic conduits are engineered to withstand harsh conditions, providing robust shielding against mechanical impact and electromagnetic interference. Ideal for heavy-duty applications, these conduits are essential for ensuring the safety and reliability of electrical installations. As a leading name in the industry, ElitePipe Factory stands out for its superior quality and dependability in producing metallic conduits that meet the most rigorous standards. Explore more on our website: elitepipeiraq.com.

  • Банки часто отказывают из-за плохой кредитной истории, но микрофинансовые организации дают шанс каждому. автоматические займы на карту без проверок можно получить даже ночью, заполнив короткую заявку. Минимальная ставка 0.8% делает их выгодными даже при длительном погашении.

  • Аппетитные, первоклассные и качественные суши теперь ещё ближе! Наша служба доставки в Иркутске и Красноярске предлагает огромный выбор суши-роллов, суши и запечённых сетов. Попробуйте популярные “Филадельфию”, “Калифорнию”, “Дракона” и лучшие позиции. Мы используем только натуральные ингредиенты от зарекомендовавших себя поставщиков. Постоянные акции, подарки делают заказ ещё интереснее. А быстрая доставка суши всегда бесплатная в удобное для вас время от “Sushi-Holl”!

    Если хотите побаловать себя или организовать домашний праздник, у нас можно красноярск доставка роллов по доступной цене. Кроме традиционных суши и роллов, в меню есть фирменная лапша, салаты, дополнительные угощения и даже вкусные блюда для малышей. Оформляйте заказ на сайте – мы привезём всё свежеприготовленным, неповторимым и с доставкой на дом!

  • Сломался холодильник, а до зарплаты ещё 9 дней. Нужны были 15 000 рублей. В YouTube под видео про финансовые лайфхаки увидел комментарий про Срочные займы без отказа – новые МФО 2025 . Решил проверить, подписался – и был удивлён! Там собраны малоизвестные МФО, которые реально дают деньги даже с плохой КИ. Нашёл компанию с нулевым процентом для новых клиентов, подал заявку – и деньги пришли моментально!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *