Monday, March 10News That Matters

ભીલાડથી દમણગંગા નદીના તટને સમાંતર દરિયામાં જતી એક સમયની GHCL અને હાલમાં ICILથી ઓળખાતી કંપનીની Effluent Disposal પાઇપલાઇન ફાટી જતા એફલૂએન્ટથી નદીનું પાણી થઇ રહ્યું છે પ્રદુષિત…?

વલસાડ જિલ્લાના ભિલાડમાં માહલા ફળિયામાં આવેલ અને એક સમયે GHCL તરીકે જાણીતી જ્યારે હાલમાં INDO COUNT INDUSTRIES LIMITED તરીકે ઓળખાતી કંપનીની Effluent Disposal પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. જેને કારણે દમણગંગા નદીનું શુદ્ધ પાણી પ્રદુષિત થઈ રહ્યું છે. આ અંગે કંપની સંચાલકો જાણે તદ્દન બેદરકાર હોય તેવું ફલિત થઈ રહ્યું છે. જ્યારે GPCB સરીગામેં 3 સ્થળોએ તૂટેલી પાઇપલાઇન શોધી તેમાંથી નીકળતા એફલૂએન્ટ ના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાપી નજીકથી પસાર થતી અને દમણના દરિયામાં ભળતી દમણગંગા નદીના કિનારેથી ભીલાડની GHCL કંપનીની Effluent Disposal પાઇપલાઇન છેક દમણના દરિયા સુધી પાથરવામાં આવી છે. આ કંપની હાલમાં Hom Textiles બિઝનસક્ષેત્રે જાણીતી INDO COUNT INDUSTRIES LIMITEDના નામે કાર્યરત છે. જેની પાઈપલાઈનનું આ ગંદુ પાણી પાઈપલાઈન ફાટી જવાથી દમણગંગા નદીમાં ભળી રહ્યું છે. જે નદીના પાણીને પ્રદુષિત કરવા સાથે નદીના પાણીને કાળુમેશ બનાવી રહ્યું છે.

ફાટેલી પાઇપલાઇન અને તેમાંથી નીકળેલા Effluentથી ભરેલા તળાવને જોતા કદાચ આ પાઇપલાઇન ઘણા દિવસોથી ફાટી હોવા છતાં તે અંગે સંચાલકોએ ઉદાસીન વલણ સેવ્યું હોઈ શકે છે. ઘટના અંગે જ્યારે INDO COUNT INDUSTRIES LIMITED ના સંચાલકને ટેલિફોનિક જાણ કરતા તેઓએ આ પાઇપલાઇન તેમની નથી. અને તેમની પાઇપલાઇન 3 વર્ષમાં એકપણ વખત ફાટી નથી તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો.

જો કે, તે બાદ આ જ સંચાલકે ફરી કોન્ટેક કરી આ પાઇપલાઇન તેમની હોવાનું જણાવી લોકેશન આપવા વિનંતી કરી હતી. જે દર્શાવે છે કે, કંપનીના સંચાલકો પ્રદુષણ બાબતે અને તેમના Effluent ની પાઈપલાઈન ના સમારકામ બાબતે કેટલા બેદરકાર છે. આ ઘટના બાદ તેની જાણકારી સરીગામ GPCB ને આપતા GPCB ના અધિકારી એ. ઓ. ત્રિવેદીએ તાત્કાલિક ટીમને મોકલી તપાસ કરાવી હતી. જેમાં ત્રણેક સ્થળોએ પાઇપલાઇન ફાટેલી હોવાનું ધ્યાને આવ્યું હતું. તેમજ નદીમાં ભળી રહેલ એફલૂએન્ટ ના સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ICIL કંપનીનું Effluent દમણગંગા નદીમાં જ્યાંથી ભળી રહ્યું છે. ત્યાંથી નદીનું પાણી કાળાશ અને લાલાશ પડતું નજરે આવી રહ્યું છે. નદી કિનારે મોટી માત્રામાં સ્લજ સાથે કાદવ કિચ્ચડના થર જામ્યા છે. આવું ગંદુ પાણી જળચર જીવો માટે તેમજ પશુઓ માટે જીવલેણ બની શકે છે. ત્યારે, કંપનીની આ બેદરકારી સામે GPCB અને દમણગંગા વિભાગ કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *