Friday, January 31News That Matters

NH-48 પર છરવાડા અન્ડરપાસ નજીકના વૈશાલી બ્રિજના બંને છેડે ખાસ ડિઝાઇન આધારે કટને ખોલવામાં આવશે. ટ્રાફિક સમસ્યા હળવી કરવા DySP, NHAI ના અધિકારીએ મુલાકાત લઈ નિરાકરણ શોધ્યું

 

વાપીમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર છરવાડા અન્ડરપાસ બન્યા બાદ આ સ્થળે ટ્રાફિક સમસ્યા વકરી છે. તો, અહીં વૈશાલી બ્રિજના બંને છેડા પૈકીના એક છેડે ટૂંકો ગેપ અને બીજા છેડે રોંગસાઈડ આવતા વાહનોથી અકસ્માતનો ભય રહેલો છે. જેના નિરાકરણ માટે રોડની ડિઝાઇનમાં કેવો ફેરફાર કરી શકાય અને કેવી રીતે ટ્રાફિકની અને અકસ્માતની સમસ્યાનું નિવારણ લાવી શકાય તે માટે ગુરુવારે વાપી ડિવિઝનના DySP બી. એન. દવે અને NHAI ના વલસાડ વિભાગના ટીમ લીડર કમલ જૈન તેમજ પાલિકા, નોટિફાઇડના એન્જીનીયર સાથે સ્થળ મુલાકાત કરી હતી.આ અંગે વાપી ડિવિઝનના DySP બી. એન. દવે એ જણાવ્યું હતું કે, કલેકટર ની અધ્યક્ષતામાં રોડ સેફટી કમિટીની મીટીંગ મળી હતી. જે મિટિંગમાં થયેલ ચર્ચા મુજબ વાપી વિસ્તારની જે ટ્રાફિક સમસ્યાઓ છે. તેની જે તે વિભાગના અધિકારીઓ સાથે રૂબરૂ વિઝીટ કરી તેનો રિપોર્ટ સુપ્રત કરવા સૂચના આપી હતી.જેના અનુસંધાને તેઓએ નેશનલ હાઈવે ઓથોરિટીના વલસાડ વિભાગના ટીમ લીડર કમલ જૈન, વાપી નગરપાલિકાના અને નોટિફાઇડના એન્જિનિયર સાથે નેશનલ હાઇવે નંબર 48 પર વૈશાલી બ્રિજના બંને છેડે બંધ કરેલ કટની વિઝીટ કરી હતી. કટને કેવી રીતે ખોલી શકાય અને આ વિસ્તારમાં થતા અકસ્માત ટ્રાફિકની સમસ્યાનું કઈ રીતે નિવારણ લાવી શકાય તે ચર્ચા કરી હતી. જેમાં બ્રિજના બન્ને છેડે ખાસ ડિઝાઇન તૈયાર કરી તે આધારે કટને ખુલ્લો કરવાની ચર્ચા કરી હતી.આ ડિઝાઇન એક સપ્તાહમાં બનાવી તે બાદ તેની મંજૂરી માટે NHAI ને સુપ્રત કરશે. જેમની મંજૂરી મળતા જ અહીંના બન્ને કટ ને ખુલ્લા કરવામાં આવશે. સાથે જ ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા અંગે જરૂરી અન્ય કાર્યવાહી પણ કરવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે, આ બ્રિજના બન્ને છેડે યોગ્ય ડિઝાઇનનો કટ આપવામાં આવે તો, છરવાડા અન્ડરપાસ પાસે ટ્રાફિકનું ભારણ ઘટશે. તેમજ બીજા છેડે 21ફર્સ્ટ હોસ્પિટલથી GIDC તરફના વાહનોનું આવાગમન સરળ બનશે. અધિકારીઓની સ્થળ મુલાકાત દરમ્યાન વાપી નગરપાલિકા ના નગરસેવક અને જાણીતા બિઝનેસમેન કુંજલ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતાં. અને તેઓએ પણ જરૂરી સૂચનો સાથે બંધ કટને ખુલ્લો કરવા રજુઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *