Friday, October 18News That Matters

વાપીમાં બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા દમણગંગા નદી કિનારે યોજાતી ચૈત્રી છઠ્ઠ પૂજા આ વર્ષે મૌકૂફ રહેશે

સૂર્યની ઉપાસનાનું પર્વ એટલે છઠપૂજા… આ પર્વનો ઉત્તર ભારતવાસીઓમાં ઘણો મહિમા છે. ત્રણ દિવસના આ પર્વ અંતર્ગત વાપી નજીકથી પસાર થતી દમણગંગા, કોલક નદી અને રાતા ખાડી ખાતે ઉત્તર ભારતવાસીઓ નદીના કાંઠે સૂર્યની ઉપાસના કરી સૂર્યને અર્ધ્ય અર્પણ કરે છે. આ પર્વ વર્ષમાં બે વખત ઉજવવામાં આવે છે. એક કારતક છઠ ના અને બીજું ચૈત્રી છઠ ના દિવસે. જો કે, આ વર્ષે ચૈત્રી નવરાત્રી દરમ્યાન દમણગંગા નદી કાંઠે વિકાસના કામ ચાલુ હોય એ સ્થળે ઉજવણી મૌકૂફ રખાય છે. જે અંગે વાપી બિહાર વેલ્ફેર એસોસિએશનના અધ્યક્ષ વિપુલ સિંઘે છઠ વ્રતધારીઓને વિશેષ અપીલ કરી છે.

વાપીમાં છેલ્લા 15 વર્ષથી બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા દમણગંગા નદી કિનારે છઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં વ્રતધારીઓ સૂર્યને અર્ધ્ય અર્પણ કરે છે. જો કે, આ વર્ષે ચૈત્રી છઠ નું આયોજન મૌકૂફ રખાયું હોવાનું બિહાર વેલ્ફેર એસોસિએશન ના અધ્યક્ષ વિપુલ સિંઘે જણાવ્યું હતું.

વિપુલ સિંઘે જણાવ્યું હતું કે, દમણગંગા ઘાટ પર આ વર્ષે પાણી માટેની કેનાલનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. જેથી વ્રતધારીઓ માટે જરૂરી સગવડ ઉભી કરવામાં અનેક અગવડ પડી રહી છે. જેથી આ વર્ષે ઘાટ પર છઠ પૂજા નું આયોજન કરવામાં આવશે નહિ. વ્રતધારીઓ ને અપીલ છે કે, તેઓ પણ દમણગંગા નદીના ઘાટ પર આવવાને બદલે હરિયા પાર્ક ખાડી, રાતા ખાડી અથવા જ્યાં નજીકમાં તળાવ હોય તે સ્થળે જ વ્રતપૂજા કરે, સૂર્યને અર્ધ્ય અર્પણ કરે અને ઉમંગભેર છઠ્ઠી મૈયા ની પૂજા અર્ચના કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *