Friday, January 31News That Matters

દમણગંગા નદી કિનારે શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવા આવતા ગણેશ ભક્તોને નિઃશુલ્ક રોપા આપી પર્યાવરણ બચાવવા અપીલ કરી

ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેની પાછળ એક મુખ્ય કારણ છુપાયેલું છે. પૌરાણિક કથાઓ અનુસાર, માતા પાર્વતીના પુત્ર ભગવાન ગણેશનો જન્મ ગણેશ ચતુર્થીના દિવસે થયો હતો. તેથી, ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે.

ગણેશ ચતુર્થી થી દસ દિવસ સુધી ગણેશોત્સવ ચાલે છે. જેમાં ગણપતિ વિસર્જન કરવામાં આવે છે જેમાં ગણેશભક્તો બાપ્પાને ખુશી ખુશી વિદાય આપે છે. અને આવતા વર્ષે પુનઃ પધારવા માટેની પ્રાર્થના કરે છે,

આવા પવિત્ર અને મંગળમય દિવસે વાપી તાલુકા ના દમણગંગા નદી કિનારે થતાં બાપ્પાના વિસર્જન વખતે વાપી એનિમલ રેસ્ક્યુ ટીમ અને સામાજિક વનીકરણ વિભાગ વલસાડ રેન્જ ઉમરગામ દ્વારા દર વર્ષે મફત રોપા નું વિતરણ કરી પર્યાવરણ ને બચાવવા મહત્વ નો ભાગ ભજવે છે, જેમાં તુલસી, મેહંદી, મોગરા, ગુલાબ, સેવન, ગુલમહોર, કાળા જાંમ્બુ, લીડી પેપર, સાદડ, ભ્રહ્મીની જેવા ઉપયોગી છોડ ગણેશભક્તો ને ગણપતિ વિદાય રૂપે મફત આપવામાં આવે છે,

દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ૭ માં દિવસના વિસર્જન સુધી લગભગ 1500 જેટલા રોપા ના વિતરણ કરવામાં આવ્યા છે, પર્યાવરણ અને પશુ પક્ષીઓ માટે કાર્ય કરતી એનિમલ રેસ્કયુ ટીમ ને વિસર્જન વખતે પર્યાવરણ લક્ષી કાર્ય કરવા માટે લોકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *