Friday, January 31News That Matters

દમણના દરિયા કિનારે ‘બિપોરજોય’ નામની ‘આફત’ સામે જાનમાલનું નુકસાન થતું બચાવવા વહીવટીતંત્ર સજ્જ

‘તાઉતે’ વાવાઝોડાનાં બે વર્ષ બાદ ગુજરાતના દરિયાકાંઠે વધુ એક વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતથી 1120 કિમી દૂર અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે. આ સિસ્ટમ 7-8 જૂન સુધીમાં વાવાઝોડામાં ફેરવાય એવી શક્યતા છે. બાંગ્લાદેશે આ વાવાઝોડાને ‘બિપોરજોય’ નામ આપ્યું છે, જેનો અર્થ જ ‘આફત’ થાય છે.

આ વાવાઝોડામાં 170 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જેને પગલે ગુજરાતને અડીને આવેલા દમણના દરિયા કિનારે પણ હવામાન વિભાગ અને વહીવટી તંત્ર બાજ નજર રાખી રહ્યું છે. દમણ વહીવટી તંત્ર દ્વારા દમણના માછીમારોને એલર્ટ કરતું 2 નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવા તેમજ બોટ કિનારે લંગારી દેવા સૂચના આપવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક લોકો સહીત દમણના દરિયા કિનારે ફરવા આવતા સહેલાણીઓને ભરતીના સમયે દરિયા કિનારાથી દૂર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *