Friday, March 14News That Matters

દાદરા નગર હવેલીમાં દમણગંગા નદીના પટમાં જવા પર પ્રશાસને મુક્યો પ્રતિબંધ

શુક્રવારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના રખોલી પુલ પાસે દમણ ગંગા નદીમાં ફસાયેલા વ્યક્તિની ઘટના નોંધાઈ હતી.  DNH ફાયર અને ઇમરજન્સી સર્વિસ, પોલીસ અને ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો. 

આ ઘટનાની નોંધ લઈ દાદરા નગર હવેલી પ્રશાસન વતી ડેપ્યુટી કલેકટર ચાર્મી પારેખે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં જણાવ્યું છે કે, દમણગંગા નદીમાં લોકોના ડૂબવાના તાજેતરના બનાવોની નોંધ લેતા, જિલ્લા વહીવટીતંત્રે વિવિધ ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ/ભાડૂતો અને નદી કિનારે રહેતા લોકો પર કપડાં ધોવા, માછીમારી વગેરે માટે પ્રતિબંધો લાદ્યા છે.

આસપાસના ઉદ્યોગો/ચાલ માલિકોએ માટે કડક સૂચના આપી છે. કે, નદી કાંઠાની નજીકના લોકો આ પ્રતિબંધનો અમલ કરે જો તેવું નહિ કરે અને હુકમનો અનાદર થતો જણાશે તો સંબંધિત એમ્પ્લોયર/ચાલ માલિક અથવા સામાન્ય જનતાને જવાબદાર ગણવામાં આવશે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ‘2005 ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવશે.

જિલ્લા વહીવટીતંત્રને વિનંતી કરવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈપણ કારણોસર, દમણગંગા નદી અને મધુબન ડેમ નજીક સાહસ ન કરે.  આ ઉપરાંત સામાન્ય જનતાને સતર્ક રહેવા અને નીચાણવાળા વિસ્તારો અને દમણગંગા નદીના પટથી દૂર રહેવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *