વાપી નજીક રાતા-સલવાવ રોડ પર આવેલ સમર્પણ જ્ઞાન સ્કૂલમાં The Future of New Generation થીમ હેઠળ 13th Annual Day Celebrationની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓએ સતયુગ, ત્રેતા યુગ, દ્વાપર યુગ અને કળિયુગની ઉત્પત્તિ અને એ યુગમાં અવતાર લેનાર ભોળાનાથ, શ્રીરામ, હનુમાન, શ્રીકૃષ્ણના નૃત્ય નાટકો પ્રસ્તુત કર્યા હતાં. તેમજ આજના વર્તમાન સમયમાં બદલાતી જીવનશૈલી અંગેનો ચિતાર પ્રસ્તુત કર્યો હતો.
સમર્પણ જ્ઞાન સ્કૂલના આ 13માં વાર્ષિકોત્સવ દરમ્યાન શાળાના પ્રિન્સિપાલ પાર્વતી પીથાની દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને આમંત્રિત મહાનુભાવો સમક્ષ વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો હતો. શાળાના ટ્રસ્ટી એવા મુકેશ પટેલે આમંત્રિત મહેમાનો નું સ્વાગત કર્યું હતું. શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો, શાળા સ્ટાફની શૈક્ષણિક પ્રવૃત્તિને બિરદાવી હતી.
13માં એન્યુઅલ ડે સેલિબ્રેશન માં PF કચેરીના ઓફિસર, લાયન્સ કલબના સભ્યો ઉપરાંત અન્ય શાળાના પ્રિન્સિપાલ સહિત મુખ્ય અતિથિ તરીકે વલસાડ શિક્ષણ વિભાગના શિક્ષણાધિકારી ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ બાળકોને શિક્ષણ સાથે જીવન ઘડતરના પ્રયાસો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાની અભ્યાસ સાથેની ઇત્તર પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ ઉઠાવ્યો હતો. અંતમાં શાળાનું નામ રોશન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.