વાપીમાં રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા થનગનાટ રોટરી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. થનગનાટ 20th નવરાત્રી મહોત્સવ એ ભારતીય સંસ્કૃતિ, માતાજીની ભક્તિ અને સમાજ સેવાના ત્રિવેણી સંગમ સામો હોવાનું જણાવતા સંસ્થાના આગેવાનોએ પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી. કે મહોત્સવ દરમ્યાન ટિકિટની જે રકમ આવશે તે અને દાતાઓ તરફથી જે દાન મળશે તે આરોગ્ય સેવામાં વપરાશે.
રોટરી ક્લબ ઓફ વાપી તરફથી આયોજિત આ પત્રકાર પરિષદમાં રોટરી પ્રમુખ હેમાંગ નાયક, પૂર્વ પ્રમુખ પ્રકાશ ભદ્રા અને સભ્યોએ જણાવ્યું હતું કે, રોટરી ક્લબ વાપીમાં સતત 22 વર્ષથી થનગનાટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરે છે. જેનું કોરોના કાળના 2 વર્ષ બાદ આ વર્ષે ફરી આયોજન કર્યું છે. સંસ્કૃતિ, માતાજીની ભક્તિ અને સમાજ સેવાનો ત્રિવેણી સંગમ ધરાવતી આ પહેલ નવરાત્રીમાં થનગનતા હૈયા અને થીરગતા પગલે યુવાનોને ગરબા રમવા ઉત્સાહિત કરશે.
રોટરી સંસ્થાએ લોકભાગીદારીથી સમાજસેવાનું અનોખું મિશન હાથ ધર્યું છે. જેમાં સમાજને ઉપયોગી થવાના ધ્યેય સાથે નવરાત્રીના આયોજન દ્વારા મળેલી રકમ મફત ડાયાલિસિસ અને બાળકોના મફત હૃદય સર્જરીના પ્રોજેક્ટમાં વાપરશે. આ ઉપરાંત રોટરી ક્લબ ઓફ વાપી આખા વર્ષ દરમ્યાન અનેક સમાજપયોગી કાર્યક્રમો જેવા કે હરિયા રોટરી હોસ્પિટલ દ્વારા આરોગ્યલક્ષી, રોફેલ કોલેજ દ્વારા શિક્ષણને લગતા, રેગ્યુલર ફ્રી ડાયાલીસીસ, બ્લડ મોબાઈલ વેન દ્વારા બ્લડ ડોનેશનના નાના મોટા કેમ્પોનું આયોજન કરે છે.
આ વખતના આયોજનમાં E – Dreams બ્રિજેશ કુમારના સાથી કલાકારો ગીતોની ગુંજ સાથે ધૂમ મચાવશે. વિવિધ ફૂડ સ્ટોલનું સરકારી પરવાનગી અને સિક્યોરિટીની વ્યવસ્થા સાથે આયોજન કરવામાં આવ્યું છે. સહઆયોજક પરમ Infrastructure ના સાથ સહકાર દ્વારા અને વિવિધ સંસ્થાઓ દ્વારા સુંદર રીતે ગરબા પર્ફોર્મ કરનાર ખેલૈયાઓને વિવિધ કેટેગરીમાં ઇનામો પણ આપવામાં આવશે. કોરોના કાળ પછી નવલી નવરાત્રીનું આયોજન કરી ગુજરાતી ગીતોના સાંસ્કૃતિક વારસા વચ્ચે રિધમનો તાલ મેળવતા ખેલૈયાઓ આનંદ ઉલ્લાસ સાથે ગરબે રમી શકે તેવી વ્યવસ્થા ઉભી કરી હોવાનું જણાવ્યું હતું.
ખેલૈયા દીઠ એક દિવસના 300 રૂપિયા ટીકીટ……..
ઉલ્લેખનીય છે કે, રોટરી થનગનાટ નવરાત્રી મહોત્સવ વાપીની રોફેલ કોલેજના ગ્રાઉન્ડમાં થશે ત્યારે અહીં પાર્કિંગ ની વ્યવસ્થા સાથે ખેલૈયા દીઠ એક દિવસના 300 રૂપિયા ટીકીટ રાખી હોવાનું તેમજ સેલિબ્રિટીને બોલાવી વધુ ખર્ચ કરવાને બદલે ટિકિટની રકમનો અને દાતાઓના દાનનો બને તેટલો બચાવ કરી તેમાંથી મળતો નફો આરોગ્ય સેવામાં ખર્ચવાની નેમ રોટરી સંસ્થાના આગેવાનોએ વ્યક્ત કરી હતી.