Friday, October 18News That Matters

વાપીમાં થનગનાટ–2022 રોટરી નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓનો થનગનાટ…., પરંપરાગત પહેરવેશમાં ગરબાની રમઝટ બોલાવે છે

વાપીમાં સતત 2 વર્ષ પછી રોટરી થનગનાટ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સતત સાતમાં દિવસે પણ ખેલૈયાઓના હૈયા હિલોળે ચઢ્યા હતા. રોફેલ કોલેજના ગ્રાઉન્ડ પર રમતા ખેલૈયાઓના ટ્રેડીશનલ અને રંગબેરંગી  પોશાક ને કારણે ઊભા થયેલા મેઘધનુષી અને ગતિશીલ દ્રશ્યએ લોકમેળાની યાદ અપાવી હતી.

થનગનાટ – 2022 માં ગ્રાઉન્ડ પર 7 દિવસથી ભારે માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. ગરબાપ્રેમી યુવાનો જ નહી આબાલવૃદ્ધ સૌ કોઈ અહી માં ની ભક્તિવંદના કરવા સાથે ગરબે રમી ગરબાનો આનંદ માણી રહ્યા છે. યુવા ખેલૈયાઓ સાથે સીનીયર સિટીઝનો પણ એટલાજ જોશથી રાસ-ગરબા રમી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે નવરાત્રીના પ્રથમ દિવસે રોટેરિયન અને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે અંબા માં ની આરાધના કરવામાં આવી હતી. જે બાદ ક્રમશઃ વિવિધ મહાનુભવો જેવાકે વાપી નગરપાલિકા ના પ્રમુખ કાશ્મીરા શાહ,  GIDC વાપીના DM મારું સાહેબ, નોટીફાઈડ એરિયા ઓથોરીટીના CEO સગર સાહેબ, VIA ના પ્રમુખ કમલેશભાઈ, નોટીફાઈડ એરિયા ઓથોરીટીના ચેરમેન સતીશભાઈ, GPCBના વિવેકભાઈ અને district 3060 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રીકાંત ઈન્દાની અને સારિકા ઈન્દાની જેવા વિવિધ મહાનુભવોની હાજરીમાં માતાજીની આરતી અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

અહી E-Dreams બ્રિજેશ કુમારના સાથી કલાકારોના મ્યુઝિક પર સૌ કોઈને ગરબે રમવા મજબુર કરી રહ્યા છે. સારી સમાજસેવા અને લોકભાગીદારીનો આ પ્રોજેક્ટ રોટરી થનગનાટ નવરાત્રી મહોત્સવ એટલે જ મોસ્ટ એન્ટરટેઇનિંગ, મોસ્ટ યુથફુલ, મોસ્ટ સિક્યોર, અને પ્રેસ્ટીજીયસ નવરાત્રી તરીકે ઓળખાય છે. અહીની સુપરડુપર ફેસીલીટી, મેડીકલ અને સોશીયલ સિક્યોરીટીના કારણે ખેલૈયાઓ નિશ્ચિંત થઈને રમવાનો આનંદ ઉઠાવી રહ્યા છે.

લોકોના અભૂતપૂર્વ પ્રેમ બદલ રોટરી ક્લબ ઓફ વાપી ના પ્રમુખ રોટેરિયન હેમાંગ નાયક, રોટરેકટ પ્રમુખ ધનુષ શાહ, રોટરી થનગનાટ ઉત્સવના ચેરમેન રોટેરિયન ભરતભાઈ પટેલ, સહ ચેરમેન રોટેરિયન ડો. રાકેશ નાયક, રોટેરિયન દીપેન ગોસરાની, સેક્રેટરી રોટેરિયન જોય કોઠારી, અને પબ્લિક ઈમેજ ચેર–રોટેરિયન પ્રકાશ ભદ્રા અને રોટરી ક્લબ ઓફ વાપીના બધાજ સભ્યોના જણાવ્યા મુજબ થનગનાટ -2022 ને વાપીના ખેલૈયાઓએ જ નહીં પરંતુ દાતાઓનો પણ અતુલ્ય પ્રતિસાદ અને પ્રેમ મળી રહ્યો છે.

આ વર્ષે નવરાત્રીના આયોજન દ્વારા મળેલી રકમ મફત ડાયાલિસિસ અને બાળકોના મફત હદય સર્જરીના પ્રોજેક્ટમાં વપરાશે. આ ઉપરાંત રોટરી ક્લ્બ ઓફ વાપી આખા વર્ષ દરમ્યાન અનેક સમાજપયોગી કાર્યક્રમો જેવા કે, હરિયા રોટરી હોસ્પિટલ દ્વારા આરોગ્યલક્ષી, રોફેલ કોલેજ દ્વારા શિક્ષણલક્ષી, રેગ્યુલર  ફ્રી ડાયાલીસીસ, બ્લડ મોબાઈલ વેન દ્વારા બ્લડ ડોનેશનના નાના મોટા કેમ્પોનું આયોજન કરતા આવે છે. ત્યારે નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ માટે સુંદર આયોજન કર્યું હોય નવરાત્રિમાં સતત 7 દિવસથી ગરબાની રમઝટ જામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *