વલસાડ જિલ્લામાં અને ખાસ કરીને વાપી તાલુકામાં ભાજપ સંગઠનમાં એવું કહેવાય છે કે, મોવડીઓ જેના નામ સૂચવે એ જ મહત્વના હોદ્દા પર બિરાજમાન થતા આવ્યાં છે. અને આ વાત જે સમજી ચુક્યા છે. એવા દરેક એટલે જ ક્યારેય મોવડીઓને નારાજ થાય એવી કોઈ પ્રવુતિ કરતા નથી.
જો કે, હાલમાં વાપી શહેર, વાપી નોટિફાઇડ વિસ્તારમાં ભાજપ સંગઠનના માળખામાં ખાસ્સો ફેરબદલ થવાનો છે. ત્યારે, વાપીમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે. કે પાછલા કેટલાક વર્ષોથી ભાજપ સંગઠનમાં ભાજપના એવા કાર્યકરોને કોરાણે મુકાઈ રહ્યા છે. જેમણે પક્ષ માટે પોતાની જાત ઘસી નાખી છે.
જેમનું વાપીના વિકાસમાં કે પક્ષમાં કોઈ જ યોગદાન નથી. તેવા કાર્યકરોને પ્રમુખ સહિતના તમામ મહત્વના હોદ્દાઓ પર બિરાજમાન કરી દેવામાં આવી રહ્યા હોવાની નારાજગી આ માટે ચર્ચાનું કારણ બની છે. ચર્ચાતી ચર્ચા મુજબ એક સમયે સૌરાષ્ટ્ર-કચ્છ લોબીની બોલબાલા હતી. હવે તે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અને વાપીમાં આવીને વસેલાઓની બોલબાલા વધી છે.
વાપીની પ્રગતિમાં અનેકગણું યોગદાન આપનાર દેસાઈ, શાહ, કોળી પટેલ, બ્રાહ્મણ લોબીને સાવ કોરાણે મુકાઈ હોવાની નારાજગી છતી થઈ રહી છે. ફરી એકવાર આ પ્રકારનો ખેલ ભજવાઈ શકે છે. અને આગામી સંગઠનની સૂચિમાં પણ આ અન્યાય સહન કરવો પડે તેવી ચર્ચા Talk of the Town બની છે.
સુત્રોનું માનીએ તો હંમેશા વિવિધ પ્રકારના કૌભાંડોમાં સંડોવાયેલ અને બદનામ લોબી જ પોતાના હિત સાચવવા આ ખેલ ખેલતી આવી હોવાના આક્ષેપો આ ચર્ચામાં છે. જેથી આ બાબતે પક્ષના મુખ્ય કર્તાહર્તાએ સચેત બની વાપીના વિકાસમાં, ઉદ્યોગોમાં, સમાજમાં અને પક્ષમાં મહત્વનું યોગદાન આપનાર શાહ, દેસાઈ, કોળી પટેલના તરવરિયા નેતાઓને મુખ્ય ધારામાં લાવવા પહેલ કરવી હિતાવહ છે.