દાદરા નગર હવેલીમાં 9 શિક્ષકોનો કોરોનાએ ભોગ લીધો!
સેલવાસ :- સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 900 જેટલા શિક્ષકો કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવે છે. જેઓને પ્રશાસને હાલમાં કોરોના મહામારીમાં જોતરી દીધા છે. જો કે મહામારી સામે રક્ષણ મેળવવા પૂરતી કોઈ સગવડ શિક્ષકો ને અપાઈ નથી. જેને કારણે છેલ્લા 1 મહિનામાં 9 શિક્ષકો કોરોનાની બીમારીથી મોતને ભેટ્યા છે. 15થી વધુ સારવાર હેઠળ છે. ત્યારે શિક્ષકો ના પરિવારને આર્થિક સહાય મળે, વીમા કવચ મળે તેવી માંગ શિક્ષક એસોસિએશન દ્વારા કરવામાં આવી છે
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 900 જેટલા શિક્ષકો કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવે છે. જેઓને પ્રશાસને હાલમાં કોરોના મહામારીમાં ઘરે ઘરે સર્વે કરવું, કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ કવોરંટાઇન કરાવવા, તેમના આરોગ્યની રોજેરોજ ચકાસણી કરવી, હોમ કવોરંટાઇન થયેલા દર્દીઓના પરિવારને તેમજ કંટાઇનમેન્ટ ઝોનમાં લોકોને જરૂરી રાશન સામગ્રી પહોંચાડવી જેવી કામગીરી સોંપી છે. શિક્ષકો પણ આ જવાબદારી સુપેરી નિભા...