Friday, November 22News That Matters

Tag: તંત્ર અંધારામાં

ઉમરગામ તાલુકાના સરોન્ડા ગામે તળાવની માટી ઉલેચાઈ ગઈ, તંત્ર અંધારામાં

ઉમરગામ તાલુકાના સરોન્ડા ગામે તળાવની માટી ઉલેચાઈ ગઈ, તંત્ર અંધારામાં

Gujarat
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સરોન્ડા ગામે ભુમાફિયાઓ અને ગામના સરપંચે ખાણ ખનીજ વિભાગની મંજૂરી વિના જ તળાવ ખોદી તેમાંથી બરોબાર માટીનો વેપલો કરી નાખ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ અંગે ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગામમાં સૂઝલામ સુફલામ યોજના હેઠળ 5 તળાવનો સમાવેશ કર્યા બાદ માત્ર 2 તળાવના એગ્રીમેન્ટ્સ કર્યા હોય એગ્રીમેન્ટ્સ વિનાના તળાવમાંથી પણ ગેરકાયદેસર માટી ઉલેચવામાં આવી હોવાની રાવ ગામના જાગૃત નાગરિકોએ કરી હતી.  ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સૂઝલામ સુફલામ અભિયાન હેઠળ તળાવ ઊંડા કરવા, નદી-નાળાની સફાઈ કરી જળસંચય અભિયાન શરૂ કર્યું છે. NGOની ભાગીદારી સાથેની આ યોજનામાં છેલ્લા ત્રણ વર્ષથી અનેક ગામોમાં માટીના વેપલાનો રીતસરનો કારોબાર ધમધમી રહ્યો છે. વલસાડ જિલ્લામાં પણ હાલ કેટલાક ભુમાફિયાઓએ ગામના સરપંચ, સરકારી અધિકારીઓ સાથે મળી એવા કેટલાય તળાવો ખોદી નાખ્યા છે. જેની મંજૂરી...