સેલવાસના સામરવરણી ગામની મહિલા સરપંચ બિલ્ડરના વચેટીયાને બેફામ ગાળો આપતી હોય તેઓ વીડિઓ વાયરલ થયો
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સામરવરણી ગ્રામ પંચાયતની મહિલા સરપંચ કૃતિકા અને તેનો પતિ અજય ભરત એક બિલ્ડરના વચેટીયાને માં-બહેન સમી ગાળો આપતા હોવાનો વીડિઓ વાયરલ થયો છે. પોતાને ભદ્ર સમાજની ગણતી અને સરપંચ જેવા હોદ્દા પર બેસી આવા અપશબ્દો બોલતી મહિલાનો વીડિઓ વાયરલ થયા બાદ દાદરા નગર હવેલી સહિત વલસાડ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
દાદરા નગર હવેલીમાં સામરવરણી ગામે મહિલા સરપંચ તરીકે કાર્યરત કૃતિકા અજય ભરત સેલવાસમાં પ્રશાંત ડેવલોપર્સનું લાયઝનિંગનું કામ કરતા નિલેશ નામના ઇસમ સાથે અપશબ્દો બોલી જીભાજોડી કરતી હોવાનો વીડિઓ વાયરલ થયો છે. વિડીઓમાં કોઈ ફાઇલના સહી સિક્કાને લઈને તેમજ ટેક્સની રકમને લઈને જીભાજોડી થઈ રહી છે. જેમાં સરપંચ કૃતિકા અને તેનો પતિ અજય ભરત બેફામ ગાળો બોલી રહ્યા છે.
વિડીઓમાં જેને ગાળો અપાઈ રહી છે તે સેલવાસ-વાપીના જાણીતા પ્રશાંત ડેવલોપર્સ ગ્રુપ ના બિલ...