Friday, October 18News That Matters

Tag: Vapi’s vital laboratories catch fire 4 times a year system setting dot com

વાપીની વાઈટલ લેબોરેટરીઝમાં એક વર્ષમાં 4 વાર આગ લાગી, તંત્રનું સેટિંગ ડોટ કોમ?

વાપીની વાઈટલ લેબોરેટરીઝમાં એક વર્ષમાં 4 વાર આગ લાગી, તંત્રનું સેટિંગ ડોટ કોમ?

Gujarat, National
વાપી :- વલસાડ જિલ્લામાં આવેલ વાપી GIDC માં ઔદ્યોગિક એકમોમાં આગના બનાવો સામાન્ય છે. પરંતું કેટલાક એકમો આગ લગાડવામા જાણે પોતાનો રેકોર્ડ બનાવી રહ્યા છે. આવો જ રેકોર્ડ હાલ વાપીની વાઈટલ લેબોરેટરીઝ કંપની બનાવી રહી છે. આપને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા એક વર્ષમાં વાઈટલ લેબોરેટરીઝમાં 4 વખત આગના બનાવો બન્યા છે.    વાપીના 3rd ફેઇઝમાં વાઈટલ લેબોરેટરીઝ કંપનીના યુનિટ 1 અને યુનિટ 2 પ્લાન્ટ આવેલા છે. જેમાં એક વર્ષમાં 4 વખત બનેલા આગના બનાવોમાં 2 કામદારોના જીવ ગયા છે. 10 થી વધુ કામદારો કાયમ માટે ખોડખાંપણ નો ભોગ બન્યા છે. એક કરોડનો દંડ વસુલાયો છે. તેમ છતાં ફાયર સેફટીની બાબતે હજુ પણ કંપની બેદરકાર છે અને કામદારોએ જીવન જોખમે કામ કરવું પડી રહ્યું છે. 3જી જાન્યુઆરી 2021માં વાઈટલ કંપનીના યુનિટ 1 માં ભીષણ આગ ભભૂકી ઉઠતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આસપાસના વિસ્તારમાં આવેલી કંપન...