
વાપીના ગફુર બીલખીયા (ગફુરચાચા)ને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મશ્રી એવોડઁ એનાયત કરાયો
સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2020ના પદ્મ પુરસ્કાર એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં જે તે કેટેગરીમાં પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
આ વખતે એવોર્ડ બે વર્ષ માટે આપવામાં આવી રહ્યા છે. જેમાં સોમવારે 141 લોકોને વર્ષ 2020 માટે અને મંગળવારે 119 લોકોને 2021 માટે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં વાપીના ગફુર ચાચા તારીખે પ્રખ્યાત ગાંધીવાદી ગફૂરભાઇ બિલખિયાને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ યોગદાન બદલ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા વાપીવાસીઓમાં ભારે ગર્વની લાગણી ફેલાઈ હતી,
ગુજરાતના અમરેલી જીલ્લાના સાવરકુંડલાના વંડા ગામમાં જન્મેલા ગફુરભાઇ વર્ષ 1980માં વાપીમાં ધંધા રોજગાર અર્થે પરિવાર સાથે આવ્યા હતા. શરૂઆતના દિવસો સંઘર્ષમાં વિતાવ્યા બાદ તેમનો મોટો પુત્ર ...