દમણમાં શ્રાવણમાં જુગારધામના નેટવર્કમાં આડખીલ્લી નહિ બનવા પોલીસ-પત્રકારો સાથે સેટિંગ ડોટ કોમ
દમણમાં મોટાપાયે જુગારના અડ્ડા ધમધમે છે. જેમાં પોલીસ અધિકારીથી માંડીને અનેક લુખ્ખા પત્રકારો ન્યાલ થઈ રહ્યા છે. ત્યારે છેલ્લા એકાદ સપ્તાહથી દમણમાં જુગારના અડ્ડા ચલાવવામાં કુખ્યાત ગણાતી ગેંગે તેમનો વિસ્તાર વધાર્યો છે. જેમાં આડખીલ્લીરૂપ ના બને તે માટે પોલીસ-પત્રકારોને પણ નિયમિત હપ્તો મળતો રહે તેવું નેટવર્ક ગોઠવવાની જવાબદારી કેટલાક લુખ્ખા કહેવાતા તોડબાજ પત્રકારોને સોંપી હોવાની વિગતો સામે આવી છે. આ કહેવાતા પત્રકારો અન્ય સમજુ પત્રકારોને અને પોલીસ અધિકારીઓને રહેમ નજર રાખવા મનાવી રહ્યા છે.
આગામી 9મી જુલાઇથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. શ્રાવણ માસમાં જુગાર રમવાનું ચલણ ખૂબ મોટું છે. ત્યારે આ મહિનામાં અઠંગ જુગારીયાઓ અને જુગારના અડ્ડા ચલાવનારા નામચીન શખ્સોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દમણ પણ જુગારના અડ્ડા માટે જાણીતું છે. દમણ જેમ જેમ પ્રવાસન માટે પ્રખ્યાત થઈ રહ્યું છે તે...